મુંબઈમાં ઠાકરે બંધુઓની ગેમ ઓવર! BMCમાં પહેલી વાર ભાજપને બહુમતી


BMCનો રાજા કોણ? આજે એના નિર્ણયનો દિવસ હતો. સવારના 10 વાગ્યાથી મટ ગણતરી શરૂ થઈ ગઈ હતી અને મુંબઈ સહિત મહારાષ્ટ્રના 29 નગર નિગમ ચુંટણીની મત ગણતરી શરૂ થઈ ગઈ છે. પંરતુ બધાની નજર BMCની સીટ પર ટકેલી છે. 277 વોર્ડની મત ગણતરી માટે 23 કાઉન્ટીનગ સેન્ટર બનાવાયા છે. BMCમાં છેલ્લા ઘણા દાયકાઓથી શિવસેનાનું વર્ચસ્વ રહ્યું છે પણ પાર્ટીના વિભાજન પછી ઠાકરે ભાઈઓ માટે આ ચૂંટણી એ કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી રહી નથી. આ ચૂંટણી માટે ઠાકરે બંધુઓએ એકતા બતાવી છે તો બીજી તરફ મહાયુતિમાં એકનાથ શિંદેની શિવસેનાએ BJP સાથે હાથ મળાવ્યાં છે.
આખરે જે સીટ માટે સૌથી વધુ મીટ માંડીને લોકો બેઠા હતા તેના પરિણામ આવી ગયા છે અને મુંબઈમાં ભગવો લહેરાયો છે. ભાજપ અને શિંદેની શિવસેનાની મહાયુતિના લીધે ભાજપને જીત મળી છે. ભાજપનો BMCમાં જીત શિંદેને આભારી છે. સાથે જ BMC માટે એક છત નીચે આવેલા ઠાકરે બંધુઓને હારનો સામનો કરવો પડ્યો છે. BMC માં ભાજપને પહેલી વાર બહુમત મળી છે અને BMC ને BJPના નવા મેયર મળવા જઈ રહ્યા છે.
શિવસેનાના રાજ ઠાકરેના ઘરની બહાર સવારથી જ શાંતિ છે. મુંબઈની 227 સીટ્સ માંથી મનસે માત્ર 4 જ સીટ્સ પર લીડ મેળવી શકી હતી તો બીજી તરફ કોંગ્રેસ માત્ર 2 સીટ્સમાં જ સમેટાઇ ગઈ હતી.
કોના ફાળે કેટલી સીટ્સ?
ભાજપ – ૮૬
શિંદે સેના – ૨૮
શિવસેના (યુનાઇટેડ સ્ટેટ્સ) – ૬૩
NCP (શરદ પવાર) – ૦૧
કોંગ્રેસ – ૦૯
મનસે – ૦૬




