GUJARAT

ગુજરાતમાં 336 જગ્યાઓએ સરકારી ભરતીની જાહેરાત, પગારથી લઈને અરજીની આ રહી મહત્વની માહિતી

ગુજરાતમાં ફરી એકવાર સરકારી નોકરીની તકો આવી છે. માર્ગ અને મકાન વિભાગની વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 ની ભરતી જાહેર કરી છે. 336 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. જે માટે 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી કરશે. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરી એકવાર સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષા લેવાનાર છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તકની વિવિધ વર્તુળ કચેરીઓમાં વર્ક આસિસ્ટન્ટ (વર્ગ-૩) સંવર્ગની કુલ ૩૩૬ જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ વિશે મંડળ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ભરતી વિશે મહત્વની માહિતી 

કેટલો પગાર મળશે 
સ્પર્ધાત્મક પરીક્ષા બાદ પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ. ૨૬,૦૦૦/- ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. તેના બાદ તેમને 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા વળતર ચૂકવાશે, જે તેમની કામગીરી પર આધારિત રહેશે. તેમનો સમાવેશ નિયમિત પગારધોરણમાં કરાશે.

ક્યાં સુધી અરજી કરી શકાશે
નોકરી માટે વાંચ્છુક ઉમેદવારો તારીખ 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધીમા અરજી કરી શકશે. 

અરજી ક્યાં કરવી  
ઓજસની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે

ઉમેદવારની લાયકાત કેટલી જોઈએ 

  • આ ભરતી માત્ર ડિપ્લોમા ધારકો માટે જ છે, તેથી જેઓએ માત્ર ડિગ્રી કરી છે અથવા ડિપ્લોમા પછી ડિગ્રી કરી છે, તેવા ઉમેદવાર લાયક નહિ ગણાય
  • ઉમેદવારને કમ્પ્યૂટરની માહિતી હોવી જરૂરી છે 
  • ગુજરાતી, હિન્દી ભાષાનું જ્ઞાન જરૂરી છે  

આ ડિપ્લોમાવાળા ઉમેદવારો કરી શકશે અરજી 

  • ડિપ્લોમા ઇન સિવિલ એન્ડ રૂરલ એન્જિનિયરિંગ
  • ડિપ્લોમા ઇન સિવિલ ડ્રાફ્ટ્સમેન (Draftsman)
  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ
  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ એન્ડ પ્લાનિંગ
  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (બિલ્ડિંગ સર્વિસ એન્જિનિયરિંગ)
  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (કન્સ્ટ્રક્શન ટેકનોલોજી)
  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (કન્સ્ટ્રક્શન)
  • ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ (રૂરલ એન્જિનિયરિંગ)
  • ડિપ્લોમા ઇન સિવિલ ટેકનોલોજી
  • ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ
  • ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી
  • ડિપ્લોમા ઇન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ
  • ડિપ્લોમા ઇન ક્વોન્ટિટી સર્વેઇંગ એન્ડ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ
  • ડિપ્લોમા ઇન સર્વે એન્જિનિયરિંગ
  • ડિપ્લોમા ઇન ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ 

પરીક્ષા કેવી રીતે લેવાશે

આ ભરતી માટે તૈયારી કરતા ઉમેદવારોએ આ બાબત ખાસ જાણી લેવી જોઈએ. પસંદગી પ્રક્રિયા એક જ તબક્કામાં MCQ આધારિત (CBRT/OMR પદ્ધતિ) લેવામાં આવશે. આ પરીક્ષા બે ભાગમાં વહેંચાયેલી હશે. Part-A માં તાર્કિક કસોટીઓ, ગાણિતિક કસોટીઓ, ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના કુલ ૯૦ ગુણના પ્રશ્નો રહેશે. જ્યારે Part-B માં ઉમેદવારના ટેકનિકલ વિષય (સિવિલ એન્જિનિયરિંગ) અને તેની ઉપયોગિતાને લગતા ૧૨૦ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ, કુલ ૨૧૦ ગુણની પરીક્ષાના આધારે ગુણવત્તા યાદી તૈયાર કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button