PM મોદી શિખર સંમેલન માટે જાપાન પહોંચ્યા, ટોક્યોના હાનેડા એરપોર્ટ પર કરાયું સ્વાગત


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ 28 ઓગસ્ટે જાપાન અને ચીનના પ્રવાસ માટે રવાના થયા હતા. જતા પહેલા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્રવાસ ભારતના હિતોને આગળ વધારવામાં મદદ કરશે. તે પ્રાદેશિક, વૈશ્વિક શાંતિ અને પરસ્પર સહયોગને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે. મુલાકાતના પહેલા તબક્કામાં, પીએમ મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે. આ પછી તેઓ ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માટે આતુર છે.જાપાનમાં, પીએમ મોદી તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથે શિખર મંત્રણા કરશે. જાપાન મુલાકાત અંગે, પીએમ મોદીએ કહ્યું કે આ સમય દરમિયાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગલા સ્તર પર લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેણે છેલ્લા 11 વર્ષમાં સતત નોંધપાત્ર પ્રગતિ કરી છે.
મુલાકાતના પહેલા તબક્કામાં, વડાપ્રધાન મોદી 29 અને 30 ઓગસ્ટે જાપાનમાં રહેશે. ત્યારબાદ, તેમણે ચીન જશે, જ્યાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. મુલાકાત માટે રવાના થતા પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, તેઓ તિયાનજિનમાં યોજાનારી શિખર સંમેલન દરમિયાન ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા માટે ઉત્સુક છે.




