National

મહિલા કેપ્ટનના છેલ્લા શબ્દો હતા- ઓહ શિટ… ઓહ શિટ; પાઇલટે મેડે કોલ નહોતો કર્યો….

મહારાષ્ટ્રના ડેપ્યૂટી સીએમ અજિત પવારનું આજે સવારે વિમાન દુર્ઘટનામાં મોત થયું છે. વિમાનમાં સવાર અંગત સુરક્ષા અધિકારી, એચસી વિદીપ જાધવ, પાઇલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન સંભવી પાઠક અને ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માલી, જેઓ તેમની સાથે હતા, તેમનું પણ બારામતીમાં થયેલા પ્લેન ક્રેશની ઘટનામાં મોત થયું છે.

વિમાન ક્રેશ પહેલા પ્લેનના મુખ્ય પાઇલટ, સુમિત કપૂરે મેડે કોલ આપ્યો નહોતો, પરંતુ તેમની સાથે રહેલી કેપ્ટન સંભવી પાઠકના છેલ્લા શબ્દો હતો…”ઓહ શિટ…ઓહ શિટ.”

સવારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હતી. પાયલટોએ બારામતી એરપોર્ટના રન-વે 11 પર લેન્ડિંગની કોશિશ કરી. જોકે, તેમણે ધુમ્મસના કારણે રન-વે દેખાયો નહોતો.

બીજી વાર રનવે પર લેન્ડિંગ કરતી વખતે પ્લેન પલટ્યું
પાયલટોએ પ્લેનને ફરીથી ઉપર લીધું. થોડીવાર પછી ફરી લેન્ડિંગની કોશિશ કરી. આ વખતે પ્લેન રનવે તરફ આગળ વધ્યું, પરંતુ જમીન ટચ કરે તે પહેલા પ્લેન પલટાઈ ગયું અને ધડાકાભેર જમીન પર પછડાયું. એક CCTV કેમેરામાં પ્લેન ક્રેશ બાદ ધમાકાની સાથે આગની જ્વાળા અને ધુમાડો દેખાયો હતો.

બારામતી એરપોર્ટની પાસે ગામના ઘણા લોકોએ ઘટના પહેલા પ્લેનને જોયું. એક આઈ વિટનેસે જણાવ્યું હતું કે, પ્લેન રનવેની પાસે પહોંચતા પહેલા લગભગ 100 મીટર પહેલા જ ક્રેશ થઈ ગયું. જ્યારે પ્લેન નીચે ઉતરી રહ્યું હતું, ત્યારે લાગી રહ્યું હતું કે દુર્ઘટના બનશે અને દુર્ભાગ્યવશ એવું જ બન્યું.

ઘટનાને નજરે જોનારે જણાવ્યું હતું કે, રનવે પર અથડાયા બાદ પ્લેનમાં વિસ્ફોટ થયો અને ભીષણ આગ લાગી. ત્યારબાદ 4-5 બીજા વિસ્ફોટ થયા. પ્લેનમાંથી બહાર નીકળી રહેલી જ્વાળાઓ એટલી ભયાનક હતી કે કોઈ પણ વ્યક્તિ મદદ માટે આગળ આવી શક્યું નહીં.

એરપોર્ટમાંથી આગ અને ધુમાડો જોઈને સ્થાનિક લોકો ક્રેશ સાઈટ તરફ દોડ્યા. ગ્રામીણોએ પ્લેનમાં સવાર લોકોને બહાર કાઢવા માટે કોશિશ કરી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેમની મદદ માટે કોઈ આગળ આવી શક્યું નહીં.

એક અન્ય સ્થાનિકે જણાવ્યું હતું કે પ્લેન પહેલા ગામ પરથી પસાર થયું. પછી ગામમાં નીચે આવતું દેખાયું. ત્યારબાદ રનવે પર જઈને પલટાયું અને જમીન પર પછડાયું. ત્યારબાદ વિસ્ફોટ બાદ પ્લેનના ટુકડા ઉડીને અમારા ઘર સુધી આવીને પડ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button