Top In Ahmedabad

અમદાવાદમાં ભયંકર અકસ્માત, કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર, યુવક બ્રીજ પરથી નીચે પટકાયો

અમદાવાદ શહેરમાં એક જ રાત્રે બે અકસ્માતની ઘટના સામે આવી છે. એક રાણીપ ડી માર્ટ પાસે અને બીજી  જી .એસ.ટી બ્રિજ પાસે અક્સ્માત સર્જાયો હતો. જી એસ ટી બ્રિજ પરના અકસ્માતમાં કારે એક્ટિવને ટક્કર મારી હતી,  જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે.

પૂરપાટ ઝડપે આવતી કારની ટક્કર એટલી ખતરનાક હતી કે, એક્ટિવાને ટક્કર લાગતા  એક્ટિવા ચાલક બ્રીજ કૂદીને નીચે પટકાયો હતો, યુવકને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. મૃતકનું નામ  કિશનભાઇ હોવાનું જાણવા મળ્યું છે.  આ અકસ્માતમાં એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઇ છે જેને સારવાર માટે અસારવા સિવિલમાં લઇ જવાયા છે. 

તો બીજી તરફ બીજી અકસ્માતની ઘટનામાં રાણીપ ડિમાર્ટ પાસે પીકઅપ વાને કારને ટક્કર મારી હતી. જેમાં  કારમાં સવાર એક વ્યક્તિને થઇ ઇજા પહોંચી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button