National

બજેટ 2026:બજેટમાં જામનગરને મળી આ મોટી ભેટ, દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ

Oplus_131072

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કર્યું જે અનેક મોટી જાહેરાતોથી ભરપૂર રહ્યું છે. બજેટ રજૂ કરતા પહેલા તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પરંપરા મુજબ દહીં-ખાંડ ખવડાવ્યા અને શુભકામનાઓ આપી. આ બજેટમાં સરકારે વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય, શિક્ષણ અને ટેક્નોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે પરંતુ ખાસ કરીને જામનગર માટેની જાહેરાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

બજેટમાં જાહેરાત કરવામાં આવી કે ગુજરાતના જામનગરમાં એક વિશાળ આયુર્વેદિક મેડિકલ સેન્ટર સ્થાપવામાં આવશે. આ કેન્દ્ર માત્ર સારવાર પૂરતું નહીં પરંતુ સંશોધન, શિક્ષણ અને આયુર્વેદિક દવાઓના વિકાસ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. સરકારનું માનવું છે કે જામનગર પહેલેથી જ આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા માટે જાણીતું છે તેથી આ સેન્ટર સમગ્ર દેશ માટે હબ તરીકે વિકસિત થશે. આ સાથે જ દેશમાં ત્રણ નવી આયુર્વેદ AIIMS સ્થાપવાની પણ જાહેરાત કરવામાં આવી છે જે આયુર્વેદિક આરોગ્ય ક્ષેત્રને નવી ઊંચાઈ આપશે.

આ ઉપરાંત નાણામંત્રીએ શિક્ષણ ક્ષેત્રે મોટી જાહેરાત કરતા કહ્યું કે દેશના દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે. આ પગલું ખાસ કરીને ગ્રામીણ અને નાનાં શહેરોની છોકરીઓ માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં રહીને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે.

આ સિવાય બજેટમાં નવા ફ્રેટ કોરિડોર, 12.2 લાખ કરોડના કેપેક્સ, રેર અર્થ કોરિડોર, ટેક્સટાઇલ પાર્ક, 10,000 કરોડની ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજના અને સેમિકન્ડક્ટર મિશન ISM 2.0 જેવી મોટી યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી છે. મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ સ્પેરપાર્ટ્સ માટે 40,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button