Education Budget 2026: નાણા મંત્રી નિર્મલા સીતારમણે શિક્ષણ ક્ષેત્રને લઈ કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કરી રહ્યા છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે લોકસભામાં તેમનું 9મું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતી વખતે નાણા પ્રધાને ઘરેલુ ઉત્પાદન, ઉર્જા સુરક્ષા, ગરીબી નાબૂદી અને રોજગાર જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો. આ દરમિયાન, તેમણે શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી જે તમે નીચેના મુદ્દાઓ દ્વારા જોઈ શકો છો.
શિક્ષણ ક્ષેત્ર માટે મુખ્ય જાહેરાતો
5 નવી યુનિવર્સિટી ટાઉનશીપ બનાવવામાં આવશે.
દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય બનાવવામાં આવશે.
AIMS જેવી 3 નવી આયુર્વેદિક હોસ્પિટલો બનાવવામાં આવશે.
પશુ ચિકિત્સકોને તાલીમ આપવા પર ભાર મૂકવામાં આવશે.
હાઈ પાવર્ડ ‘શિક્ષણથી રોજગાર અને ઉદ્યોગસાહસિકતા’ સ્થાયી સમિતિની સ્થાપનાનો પ્રસ્તાવ. આ સમિતિ એવા પગલાંની ભલામણ કરશે જે વિકસિત ભારતના મુખ્ય ચાલક તરીકે સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરે.



