GUJARAT

બોટાદ:તરસ લાગતાં પાણીને પરબે પહોંચ્યાં, મધમાખી કરડતાં મોત, હોસ્પિટલ પહોંચતાં પહેલાં તોડ્યો દમ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં દુઃખદ ઘટના બનવા પામી છે. જેમાં ટીંબી ગામથી ગઢતા પરત ફરી રહેલા યુવકને રસ્તામાં મધમાખી કરડતા તેનું મોત નિપજ્યું હતું. હેર સલૂન ચલાવી પરિવારનું પાલન પોષણ કરતા યુવકના અકાળે અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ ગઢતાના વાઢાચોક વિસ્તારમાં રહેતા નાસીરભાઈ ફિરોજભાઈ ચૌહાણ (ઉ.વર્ષ.30) તેમના પિતા સાથે બાઈક પર ટીંબી ગામથી ગઢડા તરફ આવી રહ્યા હતા. તે દરમ્યાન તેમને તરસ લાગતા તેઓ પાણી પીવા માટે રસ્તામાં એક પરબ પર ગયા હતા. જ્યાં તેઓને અચાનક એક મખમાખી કરડી હતી.

મધમાખી કરડ્યા પછી નસીરભાઈની તબિયત અચાનક લથડી હતી જે બાદ તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબોએ તેમની તપાસ હાથ ધરી તેઓને મૃત જાહેર કર્યા હતા.

આ બાબતે મેડિકલ ઓફીસરે જણાવ્યું હતું કે, યુવકને મધમાખી કરડતા તેને મધમાખીના ઝેરનું રિએક્શનની ગંભીર અસરના કારણે યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે. પરિવારજનોએ મૃતદેહનું પીએમ કરવાનો ઈન્કાર કર્યો હતો.મૃતક નાસીરભાઈ હેર સલૂન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારમાં એક જ કમાનાર વ્યક્તિ હોઈ તેઓનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. નાસીરભાઈના નિધનથી પરિવારનો માળો વિખરાઈ જવા પામ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button