અમદાવાદનું 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, શહેરમાં 11 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે


ગુજરાતના મહત્ત્વપૂર્ણ શહેર એવા અમદાવાદના મ્યુનિ. કોર્પોરેશનનું આગામી વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થયું છે. મ્યુનિ. કમિશનર દ્વારા 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે.
6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે.
એલિવેટેડ કોરિડોર અને ત્રણ નવા ફ્લાયઓવર બનાવાશે બોપલ રિંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત
પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.
બોપલ રિંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરિડોર બનાવવાની જાહેરાત
– પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
– ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
– દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી.
આ બજેટમાં શહેરના ભાવિ વિકાસને ધ્યાને રાખીને અનેક મહત્વકાંક્ષી જોગવાઈઓ કરવામાં આવી છે. ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ 2030 ના યજમાન બનવાની તૈયારીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી માટે શહેરના જાહેર પરિવહનને 100 ટકા ઇલેક્ટ્રિક બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.




