GUJARAT

કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ફરિયાદ, મૃગીકુંડમાં સ્નાન બાદ કાઢી મૂકતાં મહિલા PI સાથે કર્યો હતો ઝગડો

જૂનાગઢથી કુખ્યાત કીર્તિ પટેલને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે. મોડ દ્વારા કીર્તિ પટેલ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સમગ્ર મામલો મૃગીકુંડ ખાતે બનેલી ઘટનાને લઈને છે.

મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે હેતુથી મહિલા PIએ કીર્તિ પટેલને સ્થળ પરથી બહાર ખસેડ્યા હતા. જોકે આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે કીર્તિ પટેલે મહિલા PI સાથે ઉગ્ર વર્તન કર્યું અને પોલીસ સામે આંગળી બતાવી રોફ જમાવ્યો હતો.

ફરિયાદ મુજબ મહિલા PIને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, શાંતિ ભંગ કરવાનો અને પોલીસની ફરજમાં અવરોધ ઉભો કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવી રહી છે. જેલ સુધી જઈ ચૂકેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેણે પૂરાવા સાથે ઈન્દ્રભારતીની હકીકતનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. મૃગીકુંડ વિવાદ બાદ પોતાના પાપ છૂપાવવા માટે કુખ્યાત કીર્તિ પટેલ હવાતિયા મારી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button