GUJARAT
વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, બોમ્બ સ્કવોર્ડ પહોંચી ઘટનાસ્થળે


વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. ધમકીભર્યો ઈ-મેઈલ મળતા જ પોલીસની ટીમ દોડતી થઇ ગઇ છે.
બોમ્બ સ્ક્વોડની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. સ્કૂલ, કોર્ટ, પોસ્ટ ઓફિસ બાદ હવે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ કારણે નવ વાગ્યે ગૃહમાં મળનારી બેઠકમાં વિલંબ થયો છે .તમામ ધારાસભ્યો ગૃહમાંથી બહાર આવ્યા હતા. તમામ મંત્રીઓ પણ ગૃહમાંથી બહાર દોડી આવ્યાં હતા.




