GUJARAT
ચાણસ્મામાં પોલીસ વાન પર હુમલો કરનાર કુખ્યાતના ફાર્મહાઉસ પર ફર્યું બુલડોઝર, ગૌચર જમીન પર કર્યું હતું બાંધકામ


પાટણના ચાણસ્મામાં પોલીસ વાન પર હુમલાના કેસમાં કુખ્યાત આરોપીના ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવ્યું છે. ઝીલિયા ફાર્મહાઉસ અને પોલીસ વાન ઉપર થયેલા હુમલાના કેસમાં પોલીસે ભાવેશ રબારીએ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ફાર્મહાઉસ બનાવ્યું હતું.
મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ફાર્મહાઉસ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.




