National

Tamil Nadu results 2026:  તમિલનાડુમાં મોટો ઉલટફેર, અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ

 તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામા આવી રહ્યા છે. તમિલનાડુમાં શરૂઆતના વલણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. તમિલનાડુમાં DMK 46+ , AIADMK+ 73, અન્ય (TVK) 101બેઠક પર આગળ છે. આસામમાં ભાજપ 68, કોંગ્રેસ 12 બેઠક પર આગળ, પ.બંગાળમાં ભાજપ 132, TMC 118 બેઠકો પર આગળ, પુડ્ડુચેરીમાં ભાજપ +  22, કોંગ્રેસ માત્ર 6 બેઠક પર આગળ, કેરળમાં યુડીએફને બહુમત તરફ આગળ વધી રહી છે. 

તમિલનાડુમાં અભિનેતા વિજયની આંધી જોવા મળી રહી છે. તમિલનાડુમાં વિજયની TVKને સતત લીડ મળી રહી છે. તમિલનાડુમાં DMK પાસેથી TVK સત્તા છીનવી શકે છે. પ્રથમ વખત ચૂંટણી લડતી વિજયની પાર્ટી સૌથી આગળ છે. તમિલનાડુમાં વિજયની TVK 101 બેઠક પર આગળ છે જ્યારે DMK+ 46, AIADMK+ 73 બેઠક પર આગળ છે. કોથાપુરથી મુખ્યમંત્રી સ્ટાલિન પણ પાછળ છે. સ્ટાલિનનો પુત્ર ઉદયનિધિ પાછળ છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button