॥દીકરી તો લક્ષ્મી ના અવતાર છે ભાગ્યશાળી ના ઘર માં જન્મ લે ॥

આપણે એવા સમાજ માંથી આવી રહ્યાં છીએ જ્યાં દિકરી ને દિકરા કરતા આછું મહત્વ આપવામાં આવે છે પરંતુ હાલ ના સમય માં જોઈએ તો દરેક ક્ષેત્ર માં દિકરીઓ આગળ છે. કહેવાય છે કે માં બાપ ના ઘડપણ માં એક સમયે દિકરા તરછોડી મૂકે પણ દિકરી તેના મા બાપ નો સહારો બની જાય છે. આવો જ એક આનંદ મનાવાય એવો અવસર જબલપુર ગામ માં બન્યો છે. ત્યાં દિકરી નો જન્મ થયા નો એટલો હરખ હતો કે આખી હોસ્પિટલ માં મીઠાઈ વહેચવામાં આવી , દીકરી ને નોટો ની જાજમ પર સુવાડવા માં આવી અને આખો પરિવાર એટલો હરખ માં હતો કે આખો દિવસ ઉત્સવ મનાવતો રહ્યો. મધ્યપ્રદેશ ના જબલપુર માં બનેલી આ ઘટના સમાજ ને એક નવો પાઠ શીખવે છે કે એક સમયે હતો જ્યારે દીકરીઓ ને દૂધ પીતી કરવા માં આવતી હતી તેની જગ્યા એ હાલ ના સમય માં દિકરીઓ ને લક્ષ્મી માનવામાં આવે છે. તેમની તુલના દીકરાઓ સાથે જ કરવામાં આવે છે દિકરીઓ પોતે પોતાનું ભાગ્ય લઈ આવે છે.
?મંતવ્ય ઇંડિયા ન્યૂઝ ટીમ તરફ થી એ પરિવાર ને સલામ છે કે તે દિકરી ને આટલું માન – સન્માન આપે છે.