ચમનપુરા માં દારૂ બાબતે તકરાર શંકાસ્પદ મોત!

▶️ચમનપુરા માં દારૂ બાબતે તકરાર…. શંકાસ્પદ મોત!
આપણા ગુજરાત માં દારૂ પર પાબંદી ?હોવા છતાં ઘણા શહેરો માં અથવા વિસ્તારો માં દારૂ ની હેરફેર કરવા માં આવે છે. તેના કારણે ઘણી વાર ઘણા લોકો ને તેના થી નુકશાન થતું હોય છે. તેવો જ એક બનાવ આપણા અમદાવાદ ના ચમનપુરા વિસ્તારના ચિમનલાલ મહાસુખરામ ચાલી માં જતા જ પહેલા મકાન માં દારૂ નો અડ્ડો ધમધમે છે જેને લઈને ત્યાંના સ્થાનિક સંજય વણઝારા એ ગત ૯ ઓગસ્ટ ની રાતે રસ્તા માં ઉભા ?રહીને દારૂ પીતા લોકો ને ટકોર કરી હતી પછી દારૂ વેચતા બુટલેગર સાથે તકરાર થઈ હતી પરિવારજનો ના આક્ષેપો મુજબ ચીમનલાલ ની ચાલી માં દારૂ વેચતા મહિલા બુટલેગરે, સંજય વણઝારા, તેના નાના ભાઈ અને પિતા ઉપર હુમલો કર્યો હતો અને ધેરાઈને માર મારતા, ડરી જવાથી સંજય વણઝારા નું ઘટના સ્થળે જ મોત થયું. પરિવારજનો આ સમગ્ર ઘટના ને હત્યા જણાવી રહ્યા છે. પરંતુ મેઘાણીનગર પોલીસ મુજબ મૃતક ના શરીર પર કોઈ એવા ઈજા ના નિશાન મળેલ નથી. તેથી પ્રાથમિક ધોરણે હત્યા લાગતી નથી પીએમ રિપોર્ટ માં સાચું કારણ સામે આવશે.
મેઘાણીનગર પોલીસ હત્યા નો ગુનો ના નોંધતા અને આરોપીઓને ના પકડતા પરિવારજનો માં રોષ વ્યાપ્યો છેઅને નિર્ણય કર્યો છે કે યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારશે નહીં.
➡️આ સાથે સ્થાનિકો એ દારૂ ના ધમધમતા અડ્ડાઓ મામલે પણ સવાલો ઉઠાવ્યા હતા પરંતુ મેઘાણીનગર PI મુજબ એવી કોઈ બાબત ધ્યાને આવી નથી.
➡️“ચમનપુરા ની ચીમનલાલ મહાસુખરામ ચાલી માં દારૂ ના અડ્ડા ને બંધ કરવા બાબતે મારામારી , એક નું મોત!”
?શું આ સંજય વણઝારા ને ન્યાય મળશે?
?શું બુટલેગરો ના લીધે તેમનું મોત થયું છે?
મંતવ્ય ઇંડિયા ન્યૂઝ ટીમ તરફ થી સંજય ભાઈ વણઝરા ના પરિવાર ને આ કઠિન સમય માં હિંમત આપે આવી પ્રાર્થના….




