National

વિશ્વગુરુ બનવાના સપના વચ્ચે દેશમાં બેન્ક ખાતાં ફ્રીઝ થતાં પ્રજાના 1600 કરોડ અટવાયા, રિફંડ આપવામાં લાલિયાવાડી

સાયબર ક્રાઈમના પડકારને પહોંચી વળવા માટે હવે દેશના તમામ રાજ્યોમાં કુલ 773 જિલ્લાના 13279 પોલીસ સ્ટેશનોમાં સાયબર ક્રાઈમ ગુના નોંધવા અને તેને રોકવા માટે કાર્યવાહી શરૂ થઈ છે. નેશનલ લેવલે સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ગરેક રાજ્યમાં જિલ્લા તેમજ મોટા શહેરોમાં સાયબર ક્રાઈમ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આમ છતાં વિદેશથી સંચાલવન કરીને સાયબર ક્રાઈમ આચરતી ટોળકીઓ ભારતમાંથી સામાન્ય નાગરિકોના અબજો રૂપિયા પડાવી લે છે.

વર્ષ 2021થી માર્ચ 2024 સુઘી ભારતમાં સાયબર ક્રાઈમની કુલ 21.61 લાખ ફરિયાદો નોંધાઈ  તેમાં નાગરિકોએ 154 અબજ રૂપિયા ગુમાવ્યા છે.  નાગરિકોની ફરિયાદના પગલે આ પૈસા પરત મેળવવા માટે જે બેન્ક ખાતામાં પૈસા ગયા હોય તેને ફ્રીઝ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે.

ફ્રીઝ કરવામાં આવે છે. ફ્રીઝ કરાયેલાં 16 અબજ રૂપિયા બેન્ક ખાતાઓમાં અટવાયેલાં પડ્યાં છે. ગુજરાત કે દેશભરમાં સાયબર ક્રાઈમ ઠગાઈના પૈસા જે ખાતામં ગયાની પાક્કી વિગતો હોય તેવા બેન્ક ખાતાં જ ફ્રીઝ કરવામાં આવે છે, પરંતુ બેન્ક ખાતાં ફ્રીઝ કરવાની કાર્યપદ્ધતિ ચર્ચાસ્પદ બની છે. કોઈ ખાતામાં 10 લાખની રકમ હોય તે ફ્રીઝ કરી દેવામાં આવે પણ પોલીસ તપાસમાં સાયબર ક્રાઈમનમા એક બે લાખ રૂપિયાની હેરાફેરી થયાંની શંકા હોય તો પણ તમામ 10 લાખની રકમ ફ્રીઝ કરવામાં આવે છે. સાયબર ક્રાઈમ રોકવું એ ડાબા હાથનો ખેલ છે પણ સરકારને જાણે આ ગુનાખોરી રોકવામાં રસ નથી. સાયબર ક્રાઈમના જેટલા ગુના થાય છે તેના મોટાભાગના પૈસાની હેરાફેરી બેન્ક ખાતાંઓ થકી  જ થાય છે. વર્તમાન સ્થિતિમાં કેવાયસી વગર બેન્ક ખાતાં ખૂલી શકતાં નથી. બેન્કો અને એજન્ટોને બેનામી ખાતાંની પૂરતી માહિતી હોય છે. જો કેન્દ્રનો ગૃહ અને નાણાં વિભાગ સાયબર ચીટિંગ માટે બેન્કો અને એજન્ટોને જવાબદાર ગણે તો આ પ્રકારની છેતરપિંડી 48 કલાકમાં રોકી શકાય. પણ, ગૃહ વિભાગને જાણે નિર્દોષ પ્રજાને લૂંટી જતાં સાયબર ચાંચિયાઓને રોકવામાં રસ નથી.

છ વર્ષમાં સાયબર ક્રાઈમના ગુના વઘ્યાં

વર્ષગુના
201926049
2020257777
2021452414
2022966790
20231556218
20241121112

સાયબર ક્રાઈમની રકમ જ ફ્રીઝ કરવામાં આવે તેવા આદેશો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ યુનિટને બાદ કરતાં રાજ્યભરમાં ગાંધીનગર CID ક્રાઈમ સહિત મહદ્ અંશે પોલીસ કે સાયબર ક્રાઈમ રોકવા કાર્યરત ટૂકડીઓ તમામ રકમ ફ્રીઝ કરે છે. લિયન એમાઉન્ટ એટલેકે ફ્રીઝ કરાયેલી રકમ છુટ્ટી કરવા માટે ત્વરિત કાર્યવાહી કરવા માટેઆદેશો કરવામાં આવ્યા હોવા છતાં સાયબર ક્રાઈમ રોકથામના બહાને આવી રકમ રોકી રાખવામાં આવે છે, એવી પણ ફરિયાદો થે કે સાયબર ક્રાઈમમાં ફ્રીઝ થયેલાં એકાઉન્ટના પૈસા મુક્ત કરવા માટે 10થી 30 ટકા સુધીનું નૈવેધ ધરવું પડે છે.

મોબાઈલ નંબર્સ બ્લોક કરી સાયબર ચિટર્સ 4.29 લાખ મોબાઈલ નંબર્સ મોબાઈલ ઓપરેટર કંપનીઓની મદદ લઈને બ્લોક કરી દેવામાં આવ્યા છે. 69,921 મોબાઈલ ફોન જ લોક્ડ કરી દેવાયાં અને 12086 મોબાઈલ નંબરનું રિ-વેરીફિકેશન કરાયું હતું. આમ છતાં ,ાયબર ચિટર્સ હવે નેશનલ કે ઈન્ટરનેશનલ નંબર્સ મેળવીને ઠગાઈ આચરતા રહે છે. 

મોબાઈલ ફોનથી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીને ટાઈપાસ કરવાનું વળગણ મોટાભાગના લોકોને હોય છે, તેનો દુર ઉપયોગ સાયબર ચાંચિયાઓ કરી રહ્યા છે. જાન્યુઆરી માર્ચ 2024 દરમિયાન જ સોશિયલ મીડિયાથી ઈ-ચીટિંગના સૌથી વધુ કિસ્સા વોટ્સએપથી થયાં છે. ત્રણ મહિનામાં વોટ્સ એપથી 43,797 લોકો,ટેલિગ્રામથી 2268, ઈન્સ્ટાગ્રામથી 19800, ફેસબુરથી 20766 અને યુ-ટ્યૂબથી ફસાવીને 3882 લોકો સાથે સાયબર ચીટિંગ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button