National

ક્રિકેટર સુરેશ રૈના ED ઓફિસે થયો હાજર, બેટિંગ એપ મામલે થઈ રહી છે પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન સુરેશ રૈનાને સમન્સ જારી કરીને 13 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે દિલ્હી ઓફિસમાં બોલાવ્યો છે. સુરેશ રૈના બુધવારે ED ઓફિસ પહોંચી ચૂક્યો છે. અહીં તેમની  હતા, જ્યાં તેમની ED  દ્વારા ઓનલાઈન સટ્ટાબાજી અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો સટ્ટાબાજી એપ્લિકેશન 1xBet સાથે સંબંધિત છે.

માહિતી અનુસાર, છેલ્લા કેટલાક સમયથી, ED એ ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ સામે તપાસ વધુ સખત બનાવી છે. ED પ્રતિબંધિત સટ્ટાબાજી પ્લેટફોર્મ 1xBet, FairPlay, Parimatch, Lotus365 માટે ફિલ્મી હસ્તીઓ અને ક્રિકેટરો દ્વારા કરવામાં આવતી જાહેરાતો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ પ્લેટફોર્મ્સ માટેની જાહેરાતો મામલે ED પહેલાથી જ હરભજન સિંહ અને યુવરાજ સિંહ જેવા ભૂતપૂર્વ ક્રિકેટરો તેમજ સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા જેવા ફિલ્મ હસ્તીઓની પણ પૂછપરછ કરી ચૂકી છે. સુરેશ રૈનાને ગયા વર્ષે ડિસેમ્બરમાં સટ્ટાબાજી એપ્લિકેશનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

સટ્ટાબાજી કંપનીએ સુરેશ રૈનાની ભૂમિકાને જવાબદાર ગેમિંગ એમ્બેસેડર તરીકે નામ આપતા કહ્યું હતું કે, તે અમારા બ્રાન્ડના પ્રથમ એમ્બેસેડર છે. સટ્ટાબાજી કંપનીએ એમ પણ કહ્યું હતું કે, તેમની સાથેની અમારી ભાગીદારી રમતગમતના સટ્ટાબાજી ચાહકોને જવાબદારીપૂર્વક સટ્ટો લગાવવા માટે પ્રોત્સાહિત કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button