Top In Ahmedabad

ટ્રાફિકને અડચણ કરતા બાધારૂપ દબાણ સાંખી લેવાશે નહીં- હાઈકોર્ટ

હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને જણાવ્યું હતું કે હાઈકોર્ટની અમલાવારીમાં કોઈપણ અડચણ ઉભી કરનારા કોઈપણ તત્વો હશે તે સાંખી નહીં લેવાય અને કોર્ટ આ મામલે સુઓમોટો કન્ટેમ્પટ પ્રોસીડીંગ્સ હાથ ધરશે. હુકમોના પાલનમાં બાધારૂપ બનનાર એ કોઈપણ હશે હાઈકોર્ટે તે ચલાવી લેશે નહીં. હવે સમય પાકી ગયો છેકે, તમારે કડકાઈથી હાઈકોર્ટના ચુકાદા અને નિર્દેશોનું પાલન, નિયમોની અમલવારી અને પ્લાનીંગ કરવું જ પડશે.

કોઈપણ હિસાબે કાયદાનું પાલન થાય તે જરૂરી છે, એમ ખંડપીઠે ઉમેર્યું હતું. હાઈકોર્ટે સરાકપરક્ષને પૃચ્છા કરી હતી કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે સાબરકાંઠા હિંમતનગરમાં પાંચ હજાર જેટલા રખડતા ઢોર છે તો શું રખડતા ઢોરોના ત્રાસ નિવારણ અંગેનો ચુકાદો રાજ્યભરમાં લાગું પડે છે, કે નહીં? અરજદારપક્ષે જણાવ્યું કે શારદા સહકારી મંડળીના કેસમાં 2006માં જસ્ટિસ એમ. આર. શાહે ચુકાદો આપ્યો હતો, જે ચુકાદનો પુનરોચ્ચાર 2018ના આદેશમાં પણ કરવામાં આવ્યો છે. તેથી તે આખા રાજ્યમાં લાગું પડે છે, દરમિયાન અમ્યુકોએ રજૂઆત કરી હતી કે રખડતા ઢોરોના ત્રાસનિવારણ માટે સપ્ટેમ્બર-2023માં પોલીસી લાગુ કરવામાં આવી છે, જે સમગ્ર રાજ્યમાં અપનાવાઈ છે. જેથી હાઈકોર્ટે રખડતા ઢોરોના રાજ્યમાં સ્થિતિ અંગે સ્ટેટ્સની પૃચ્છા કરી હતી અને તે આગામી મુદ્દતે જણાવવા તાકીદ કરી હતી.

દરમિયાન સરકારપક્ષ તરફથી અદાલતને જણાવાયું હતું તે એસજી હાઈવે પર ગણેશ મેરિડિયન, બોપલ, ઘુમા, જજીસ બંગલો, એચ એલ રોડ, સેપ્ટ અને IIM રોડ પર લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જે શહેરના અન્ય વિસ્તારોમાં ચાલું રાખવામાં આવશે. વર્ષ 2023માં અમદાવાદમાં કોમન વેલ્થ અને ત્યારપાછી ઓલિમ્પિકની ઈવેન્ટ માટે તૈયારીઓ ચાલી રહી હોય ત્યારે સત્તાવળાઓ નિયમોના પાલન માટે તમામ રીતે કામગીરી કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button