World

‘અમે ભારતને ખોઈ દીધું’, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયા વિશે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, અમેરિકાએ ભારત અને રશિયા બંનેને ચીન સામે ગુમાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે એવું લાગે છે કે, અમેરિકાએ ભારત અને રશિયાને ચીનના સૌથી ઊંડા અને અંધકારમય પાલવમાં ખોઈ દીધા છે. આશા છે કે તેમના સંબંધો લાંબા અને સમૃદ્ધ રહેશે.

ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે PM MODI અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન મળ્યા હતા. તે જ સમયે, રશિયા અને ચીન વચ્ચેના સંબંધો પણ મજબૂત થઈ રહ્યા છે. ટ્રમ્પની ટિપ્પણી સ્પષ્ટપણે અમેરિકાની ચિંતાને પ્રતિબિંબિત કરે છે કે ભારત અને રશિયા જેવા મહત્વપૂર્ણ દેશો ચીનની નજીક આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button