Sports

યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાની મુશ્કેલી વધી, EDએ નોટિસ ફટકારી પૂછપરછ માટે બોલાવ્યા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા અને યુવરાજ સિંહને ED તરફથી ઓનલાઇન બેટિંગ એપ કેસમાં 22 સપ્ટેમ્બરે પૂછપરછ માટે નોટિસ મોકલી છે.આ કેસમાં પહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ ખેલાડી સુરેશ રૈના-શિખર ધવનની ED પૂછપરછ કરી ચુક્યુ છે. આ ઘટના બેટિંગ એપ 1XBet સાથે જોડાયેલી છે.

ઓનલાઇન બેટિંગ એપ કેસમાં ભારતના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પાને પણ પૂછપરછ માટે નોટિસ ફટકારી છે. EDએ બન્નેને નોટિસ મોકલી છે. સૂત્રો અનુસાર EDએ 22 સપ્ટેમ્બરે રોબિન ઉથપ્પાને પૂછપરછ માટે બોલાવ્યો છે જ્યારે 23 સપ્ટેમ્બરે યુવરાજ સિંહને નોટિસ ફટકારી પૂછપરછ માટે બોલાવ્યા છે. બન્ને ક્રિકેટરોની પૂછપરછ દિલ્હી સ્થિત EDના હેડક્વાર્ટરમાં થશે.

ઉથપ્પા 22 સપ્ટેમ્બરે ED સામે હાજર થશે

39 વર્ષનો રોબિન ઉથપ્પાને EDએ 22 સપ્ટેમ્બરે હાજર થવા નોટિસ ફટકારી છે. ED આ કેસમાં PMLA હેઠળ તપાસ કરી રહી છે. ઉથપ્પા એશિયા કપ 2025ની કોમેન્ટ્રી ટીમનો ભાગ છે અને હવે ED દ્વારા નોટિસ બાદ તેની મુશ્કેલી વધી ગઇ છે.

ઉથપ્પા પહેલા આ ક્રિકેટરની ED કરી ચુક્યુ છે પૂછપરછ

મહત્ત્વપૂર્ણ છે કે રોબિન ઉથપ્પા પહેલા ED સુરેશ રૈના અને શિખર ધવનની પૂછપરછ કરી ચુક્યું છે. રોબિન ઉથપ્પાને મળીને દિલ્હીમાં અત્યાર સુધી ત્રણ પૂર્વ ભારતીય ક્રિકેટર આ કેસમાં સામેલ થઇ ચુક્યા છે. આ વચ્ચે સોમવારે તૃણમૂલ કોંગ્રેસની પૂર્વ સાંસદ અને અભિનેત્રી મીમી ચક્રવર્તીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

મંગળવારે બંગાળી અભિનેતા અંકુશ હજરા પણ ED સામે હાજર થયા હતા. અભિનેત્રી ઉર્વશી રૌતેલા, જે બેટિંગ કંપની 1XBetની ઇન્ડિયા બ્રાન્ડ એમ્બેસેડર છે તે પણ ED સામે હાજર થશે.

શું છે સમગ્ર ઘટના?

આ ઘટના કથિત રીતે ગેરકાયદેસર બેટિંગ એપ્સ સાથે જોડાયેલી છે. આરોપ છે કે આ એપ્સે  લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે અને મોટા પાયે ટેક્સ ચોરી પણ કરી છે.

કંપની 1XBet ખુદને એક આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત બુકી ગણાવે છે. કંપનીનો દાવો છે કે તે છેલ્લા 18 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છે અને તેના પ્લેટફોર્મ પર ગ્રાહક હજારો સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પર સટ્ટો લગાવી શકે છે, તેની વેબસાઇટ અને એપ કૂલ 70 ભાષામાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button