GUJARAT

ગાંધીનગરના બહિયલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા, પોલીસ કાફલા પર હુમલો

ગાંધીનગરમાં મોડી રાતે બહિયલ ગામમાં હિંસા ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 6 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. આ દરમિયાન ટોળાને કાબૂમાં લેવા ટીયરગેસનો મારો ચલાવાયો હતો. 

જોકે સ્થિતિ વધારે ન બગડે તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો અને હિંસામાં સામેલ તત્વોને શોધી કાઢવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. માહિતી અનુસાર સૂત્રો જણાવે છે કે પોલીસ જ્યારે સ્થિતિને કાબૂમાં લેવા ગઈ ત્યારે પોલીસ પર જ પથ્થરમારો કરી દેવામાં આવ્યો હતો અને તેમના વાહનોને નુકસાન પહોંચાડાયું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બુધવારે ત્રીજા નોરતાએ 2 સમુદાયના લોકો સામ-સામે આવી જતાં ઘર્ષણ થયું હતું.  દહેગામના બહિયલ ગામે બનેલી આ ઘટનામાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જ્યારે ગામમાં ગરબા ચાલતા હતા ત્યારે ગરબાની બાજુના એક વિસ્તારમાંથી ચાલુ ગરબાએ પથ્થરમારો થયો હતો અને એક ટોળું આવ્યું હતું જેણે પથ્થરમારો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટયા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર 5 ટિયર ગેસ છોડવામાં આવ્યા છે અને 6 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button