ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે આ નામ લગભગ નક્કી, વિજયમુહૂર્તમાં ભરશે ફોર્મ


ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીને લઈને જાહેરાત કરી છે. જેમાં આગામી 4 ઓક્ટોબરના શનિવારે પ્રદેશ કાર્યાલય-કોબા ખાતે મતદાન થશે. આજે (2 ઓક્ટોબર) ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જાહેર કરવામાં આવી છે, ત્યારે યોજાનાર ચૂંટણી કેન્દ્રીય ગૃહમંત્રી, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે નેતા મતદાન કરવાના છે.
આમ ભાજપના ગુજરાત પ્રદેશ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી બાદ 4 ઓક્ટોબરના નિમણૂક થશે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્માનું નામ લગભગ નક્કી હોય તેવા અહેવાલ સામે આવ્યા છે. જગદીશ ઈશ્વરભાઈ વિશ્વકર્મા (પંચાલ) હાલ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.
તેઓ અમદાવાદના નિકોલ મતવિસ્તારથી સતત ત્રીજી વખત વિધાનસભા માટે ચૂંટાઈ આવ્યા છે. તેઓના પાસે હાલમાં કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ, માર્ગ અને મકાન, MSME, વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન સહિતના મહત્વપૂર્ણ હવાલાઓ છે.




