World

 ટ્રમ્પને નહીં, આ મહિલાને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, નામ જાણીને ચોંકી જશો

નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જગત જમાતદાર અમેરિકાના પ્રમુખને સમાચાર સાંભળીને મરચા લાગ્યા હશે, કારણ કે ટ્રમ્પને નહીં પણ આ નેતાને પુરસ્કાર મળ્યો છે.

આ વર્ષના વિજેતા વેનેઝુએલાના મારિયા કોરિના મચાડો છે, જેમને શાંતિ નિર્માણ અને વૈશ્વિક સંઘર્ષો ઘટાડવામાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર દાવો કરી રહ્યા હતા પરંતુ તેમને આ પુરસ્કાર મળ્યો નથી. આ પુરસ્કાર દર વર્ષે એવી વ્યક્તિઓ અથવા સંસ્થાઓને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક શાંતિ, માનવ અધિકારો અને સંઘર્ષ નિવારણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

નોબેલ સમિતિએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ છેલ્લા એક વર્ષથી છુપાઈને રહેવાની ફરજ પડી હોવા છતાં તેમણે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. તેમના જીવને ભયાનક જોખમો હોવા છતાં, તેઓ દેશમાં રહ્યા હતા. તેમની ચૂંટણી લાખો લોકોને પ્રેરણા આપશે.’

મારિયાને આટલા પુરસ્કાર મળી ચૂક્યા છે

  • લોકશાહીની લડાઈમાં તેમના કાર્ય માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.
  • માનવ અધિકારો માટે જીનીવા સમિટ દ્વારા તેમને અને ગોન્ઝાલેઝને 2025નો કરેજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.
  • યુરોપિયન સંસદે મચાડો અને એડમંડો ગોન્ઝાલેઝને લોકશાહીના બચાવ માટે 2024માં સખારોવ પુરસ્કાર એનાયત કર્યો.
  • યુરોપ કાઉન્સિલે માનવ અધિકારો માટેના તેમના સખત કાર્યનું સન્માન કરીને 2024માં વાક્લાવ હાવેલ માનવ અધિકાર પુરસ્કાર એનાયત કર્યો.
  • BBCએ તેમને વિશ્વની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં સામેલ કરીને 2018 BBC ઓનર્સનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button