GUJARAT
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ પહોંચ્યા, સીએમ હાઉસમાં મિટિંગનું આયોજન


ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાંથી તેઓને રિસીવ કરી પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા છે.
જગદીશ વિશ્વકર્મા પ્રાઇવેટ કારમાં જોવા મળ્યા હતા. તેમણે સહકાર મંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી સરકારી કાર પરત જમા કરાવી દીધી છે. હમણાં ર 8 કે 9 વાગ્યે CM હાઉસમાં જે.પી. નડ્ડા, જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી વચ્ચે મંત્રમંડળની રચના-પસંદગી માટે બેઠક મળશે.




