ઇઝરાયેલની ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક: 24 બાળકો સહિત 63 લોકોના મોત; ટ્રમ્પની શાંતિ સમજૂતિના ધજાગરા ઉડ્યા


અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ સમજૂતિ અંતે ફેલ થઇ ગઇ છે. ઇઝરાયેલે ફરી એક વખત ગાઝા પર એરસ્ટ્રાઇક કરી છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝા પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. ઇઝરાયેલના વડાપ્રધાને આ પગલું હમાસના વારંવાર હુમલા બાદ ઉઠાવ્યો છે. ટ્રમ્પે દુનિયાના કેટલાક મોટા નેતાઓ સામે શાંતિ સમજૂતિ કરાવી હતી પરંતુ હવે આ સમજૂતિના ધજાગરા ઉડી ચુક્યા છે.
એક રિપોર્ટ અનુસાર ઇઝરાયેલના હુમલામાં 24 બાળકો સહિત અત્યાર સુધી 63 લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાટ્ઝે હમાસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેને ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કર્યો હતો અને જીવ ગુમાવી ચુકેલા બંધકોને છોડવાની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. બીજી તરફ હમાસે દાવો કર્યો છે કે તેમણે કોઇ રીતે હુમલો નથી કર્યો અને ના તો શાંતિ સમજૂતિ તોડી છે.
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભડક્યા છે. હમાસ પર ગુસ્સો કાઢતા નેતન્યાહૂએ કહ્યું કે તેને સીઝફાયર તોડ્યું છે. નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે હમાસ ટ્રમ્પની શાંતિ સમજૂતિ અનુસાર ચાલતું નથી, તેને પહેલા ઇઝરાયેલી બંધકોને છોડવાનો ઇનકાર કર્યો અને પછી સવાલ કરવામાં આવ્યો તો બહાના બનાવવા લાગ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ સમજૂતિ પર પાણી ફરી વળ્યું
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઘણા પ્રયાસો છતા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતિ કરાવવામાં આવી હતી પરંતુ હવે તેમના પ્રયાસ પર પાણી ફરી ગયું છે. ઇઝરાયેલે હમાસ પર સીઝફાયર તોડવાનો આરોપ લગાવ્યો તો બીજી તરફ હમાસે તેનાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.ટ્રમ્પે શાંતિ સમજૂતિ માટે 10 મહત્ત્વના પોઇન્ટ્સ રાખ્યા હતા જેમાં બંધકોને છોડવાની વાત પણ કહેવામાં આવી હતી પરંતુ હવે તે લાગુ થતી જોવા મળતી નથી.




