રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાફેલમાં ભરી ઉડાન, અંબાલાના આકાશમાં ભારતનું ગૌરવ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 29 ઓક્ટોમ્બર, બુધવારે સવારે હરિયાણાના અંબાલા એરફોર્સ સ્ટેશનથી રાફેલ ફાઇટર જેટ ઉડાવીને ઇતિહાસ રચ્યો. ઉડાન દરમિયાન એર ચીફ માર્શલ એપી સિંહ અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ ઉડાન માત્ર તેમની હિંમતવાન નેતૃત્વ શૈલીનું પ્રતીક જ નથી, પરંતુ તેમણે ભારતની વધતી જતી સંરક્ષણ ક્ષમતાઓ અને આત્મનિર્ભર ભારત માટેના સંકલ્પનું પણ વિશ્વ સમક્ષ પ્રદર્શન પણ કર્યું.
અગાઉ, 8 એપ્રિલ, 2023ના રોજ, રાષ્ટ્રપતિ મુર્મુએ આસામના તેઝપુર એરફોર્સ સ્ટેશનથી સુખોઈ-30 MKI ફાઇટર જેટ ઉડાવ્યું હતું. આ સાથે, તેઓ ફાઇટર જેટ ઉડાવનારા ત્રીજા રાષ્ટ્રપતિ અને રાજ્યના બીજા મહિલા વડા બન્યા. તેમના પહેલા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટીલે પણ સુખોઈ-30 MKI ફાઇટર જેટ ઉડાવ્યું હતું.
ફ્રેન્ચ એરોસ્પેસ મેજર ડસોલ્ટ એવિએશન દ્વારા ઉત્પાદિત રાફેલ ફાઇટર જેટને સપ્ટેમ્બર 2020માં અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું હતું. 27 જુલાઈ, 2020ના રોજ ફ્રાન્સથી આવેલા પહેલા પાંચ રાફેલ વિમાનોને 17 સ્ક્વોડ્રન, ‘ગોલ્ડન એરો’માં સામેલ કરવામાં આવ્યા હતા. આ જેટ ભારતીય વાયુસેનાની તાકાતનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ઓપરેશન સિંદૂરમાં કરાયો હતો રાફેલ જેટનો ઉપયોગ
રાફેલ જેટનો ઉપયોગ ઓપરેશન સિંદૂરમાં કરવામાં આવ્યો હતો, જેમાં 7 મેના રોજ પાકિસ્તાન નિયંત્રિત વિસ્તારોમાં અનેક આતંકવાદી માળખાકીય સુવિધાઓનો નાશ કરવામાં આવ્યો હતો. રાફેલે આ ઓપરેશનમાં તેની ક્ષમતા




