શું 1 નવેમ્બરથી કાર્ડધારકોને રાશન નહીં મળે? દુકાનદારોની હડતાળ વચ્ચે સરકારનું મોટું એલાન


વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળ વચ્ચે સરકારે મોટી જાહેરાત કરી છે. અંત્યોદય અને NFSA લાભાર્થીઓ માટે સરકારે નિર્ણય લીધો છે. અંત્યોદય લાભાર્થીઓ આવશ્યક ચીજ-વસ્તુઓના લાભથી વંચિત ન રહે તે માટે નિર્ણય કરાયો છે. 1 નવેમ્બરથી રેશનકાર્ડ ધારકોને જરૂરિયાતની વસ્તુઓ વિતરિત કરાશે. જ્યારે વ્યાજબી ભાવના દુકાનદારોની કેટલીક માગણીઓ વિચારણા હેઠળ છે. કમિશન ઉપરાંત 20 હજાર રૂપિયા તફાવતની રકમ પેટે આપવા સરકારનો નિર્ણય છે. વ્યાજબી ભાવના દુકાનદારોએ મિનિમમ 30 હજાર પ્રતિમાસની માંગ કરી છે.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝન અને મિશનથી પ્રેરિત થઈને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકારનાં માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હાલ રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ નોંધાયેલ રેશનકાર્ડ લાભાર્થીઓ આવશ્યક ચીજવસ્તુઓનો લાભ મેળવી રહ્યા છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. તથા રેશનકાર્ડ લાભાર્થીને પ્રોટીન સભર ગુણવત્તાયુક્ત આવશ્યક ચીજવસ્તુનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે.જે અંતર્ગત તુવેરદાળ, ચણા , ખાંડ અને મીઠા જેવી આવશ્યક ચીજવસ્તુઓનો નિયમિત પણે લાભ રેશનકાર્ડધારકો રાહતદરે મેળવે છે.
રાજ્ય સરકારની યોજના હેઠળ તુવેરદાળ, ચણા, ખાંડ, મીઠા સાથે જન્માષ્ટમી અને દિવાળીનાં તહેવાર દરમિયાન સીંગતેલ તથા વધારાની ખાંડનો વિતરણ રાહતદરે કરવામાં આવે છે. જે સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજ્યમાં કરવામાં આવે છે.
માહે નવેમ્બર-2025 માસ માટે આગોતરા આયોજનનાં ભાગરૂપે 75 લાખથી વધુ કુટુંબોની 3.25 કરોડ જેટલી જનસંખ્યાને આવશ્યક ચીજવસ્તુઓની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ઘઉં તથા ચોખાનું વિનામુલ્યે વિતરણ તથા રાજ્ય સરકારની યોજના હેઠળ રાહત દરે વિતરણ કરવામાં આવતી આવશ્યક ચીજ વસ્તુ જેમ કે તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠાનાં ચલણ નોંધપાત્ર માત્રામાં જનરેટ થયેલ છે તથા તેના નાણાની ભરપાઈ પણ થયેલ છે. તથા બાકી રહેતા વાજબી ભાવના દુકાનદારો દ્વારા ચલણની પ્રક્રિયા પણ પ્રગતિ હેઠળ છે. જે અંતર્ગત અંત્યોદય(AAY) અને PHH એટલેકે NFSA લાભાર્થી આવશ્યક ચીજવસ્તુઓનાં લાભથી વંચિત ન રહે તે બાબતે અનુરોધ કરવામાં આવે છે. જે અંતર્ગત વિતરણ 1લી નવેમ્બરથી શરૂ થનાર છે.
વાજબી ભાવના દુકાનદારોની પોષણક્ષમતા જળવાઈ રહે તે બાબતે તેઓ દ્વારા અનાજનાં જથ્થાનાં વિતરણ સંદર્ભે વિવિધ કમિશન ઉપરાંત તફાવતની ઘટતી રકમનાં ભાગરૂપે રૂ.20000 વાજબી ભાવની દુકાનનાં સંચાલકનાં બેંકખાતામાં નિયમિત પણે દર માસે ચુકવવામાં આવે છે. આ રૂ.20000 કમિશનની તફાવતની રકમનો સમગ્ર ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. સમગ્ર ભારત દેશમાં ફક્ત ગુજરાત રાજયમાં જ મિનિમમ રૂ.20000 કમિશનની રકમ વાજબી ભાવના દુકાનદારોને ચુકવવામાં આવે છે. કમિશનની તમામ વિગતો વાજબી ભાવની દુકાનદારનાં લોગ ઇનમાં e-passbookમાં ઉપલબ્ધ છે. હાલની તેઓની મિનિમમ કમિશન રૂ.30000 પ્રતિમાસની જે માંગણી છે તે નિતિ વિષયક છે.
વાજબી ભાવની દુકાનદારોને મળતા વિવિધ કમિશનનું ચુકવણું દર માસે નિયમિતપણે સમયસર કરવામાં આવે છે. સપ્ટેમ્બર-2025 સુધી તમામ કમિશનની રકમનાં ચુકવણાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરેલ છે.
વાજબી ભાવની દુકાનદાર દ્વારા જે પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવે છે તે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે સમયાંતરે બેઠક યોજવામાં આવે છે. તાજેતરમાં એસોસિએશન દ્વારા જે માંગણીઓ રજુ કરવામાં આવેલ છે. તે પૈકી ઘણી માંગણીઓ નિતિ વિષયક છે. જે રાજય સરકારનાં વિચારણા હેઠળ છે. અનાજનાં જથ્થાનાં વિતરણથી અળગા રહેવા બાબત આવશ્યક ચીજ વસ્તુઓના લાભથી રેશનકાર્ડધારકોને વંચિત રાખવાનું યોગ્ય જણાતું નથી. જે બાબતે એસોસિએશનનાં પ્રતિનિધિ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
તાજેતરમાં વાજબી ભાવની દુકાન ખાતે ડોર સ્ટેપ ડિલિવરીનાં માધ્યમથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો પહોંચે તે બાબતે મંત્રીની સુચના અનુસાર ગ્રામ્ય તકેદારી સમિ




