GUJARAT

સુરતમાં બેગમાંથી મળી મહિલાની લાશ! પડીકુ વાળે તેમ મહિલાને બેગમાં પગ બાંધીને મૂકી હતી

દેશમાં હવે ક્યાંય જાહેરમા બેગ, ડ્રમ દેખાય તો લોકોમાં ડરનો માહોલ ફેલાઈ જાય છે. ત્યારે ફરી એકવાર બેગમાંથી લાશ મળી છે. સુરતના કોસંબા નજીક બેગમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો છે. હત્યારાએ યુવતીના પગ બાંધી બે ફૂટની ટ્રોલી બેગમાં બેવડું વાળી લાશ ભરી હતી. હાથ પરના ટેટૂથી પોલીસે તપાસ શરૂ કરી છે. 

સુરતના કોસંબી વિસ્તારમાં એક બંધ ટ્રોલી બેગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. કોસંબા ઓવર બ્રિજ પાસે મારુતિના શો રૂમ બાજુના રોડના કિનારે બેગ પડી હતી. માંગરોળ તાલુકાના કોસંબા નજીક લોકોની નજર લાવારીશ બેગ પર પડી હતી. તેથી સ્થાનિકોએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી હતી. જેમાં બેગમાંથી યુવતીની લાશ મળી આવી હતી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. તેમજ હત્યારાને શોધવામાં પોલીસની ટીમો કામે લાગી છે.

પોલીસે પ્રાથમિક તપાસમાં જોયું તો, યુવતીના મૃતદેહના પગ બાંધેલા હતા. આખા મૃતદેહને પડીકું વાળે તેમ બેગમાં મૂકાયો હતો. કપડા દ્વારા મહિલાને લાશને બાંધવામાં આવી છે. જોકે, શરીરના કોઈ ટુકડા કરાયા નથી. મહિલાના હાથ પર ટેટૂ પર દોરાયેલા છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. 

હાલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. જેમાં મહિલાની મોત કેવી રીતે થઈ તે માહિતી સામે આવી છે. બીજી તરફ, સુરત પોલીસે મહિલા કોણ હતી અને ક્યાંથી હતી, કોણે મહિલાની હત્યા કરીને લાશ અહીં મૂકી તે દિશામાં તપાસ શરૂ કરી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button