GUJARAT

આસારામને મોટી રાહત, સુરત દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન

Oplus_131072

ગુજરાત હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં દોષિત આસારામને છ મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા છે. કોર્ટના આ નિર્ણય પછી ચર્ચાનો માહોલ ફરી ગરમાયો છે. આસારામ વતી દલીલ કરવામાં આવી હતી કે જોધપુર હાઇકોર્ટે પણ તેમને છ મહિનાની મુદત માટે જામીન આપ્યા છે અને તેઓ હાલમાં હૃદય સંબંધિત ગંભીર બીમારીથી પીડિત છે. આવી પરિસ્થિતિમાં તેમને યોગ્ય સારવાર મેળવવાનો હક્ક છે.

હાઇકોર્ટે કહ્યું કે આસારામની મેડિકલ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ અલગ નિર્ણય લઈ શકતું નથી. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારશે તો ગુજરાત સરકાર પણ એમાં જોડાઈ શકે છે. સરકાર પક્ષે કહ્યું કે જો જોધપુર જેલમાં પૂરતી મેડિકલ સુવિધા ઉપલબ્ધ ન હોય તો આસારામને સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવો જોઈએ.

પીડિતા પક્ષના વકીલે દલીલ કરી હતી કે આસારામની તબિયત ખરાબ હોવાની દલીલ હવે શંકાસ્પદ છે. કારણ કે તેઓ અગાઉ અનેક વખત અમદાવાદ, ઇન્દોર, જોધપુર જેવી જગ્યાઓએ ફર્યા હતા અને ક્યારેય લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા નહોતા. હાલ પણ તેઓ આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડૉક્ટરોનાં નિરીક્ષણ હેઠળ સારવાર લઈ રહ્યા છે, તેથી હંગામી જામીનની જરૂર નથી.

આસારામ સામેના કેસની સમયરેખા
2 સપ્ટેમ્બર 2013: ઇન્દોરના આશ્રમમાંથી જોધપુર પોલીસે ધરપકડ કરી.
25 એપ્રિલ 2018: જોધપુરની સ્પેશિયલ POCSO કોર્ટ દ્વારા આજીવન કેદની સજા.
2024-2025 દરમિયાન: તબિયતને કારણે અનેક વખત પેરોલ મળ્યો.
7 જાન્યુઆરી 2025: પ્રથમવાર જામીન.
3 સપ્ટેમ્બર 2025: ગુજરાત હાઇકોર્ટે હંગામી જામીનનો સમય વધાર્યો નહીં.
નવેમ્બર 2025: છ મહિનાના નવા જામીન મળ્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button