Entertainment

વિક્કીના ઘરે ગુંજી કિલકારી, 42ની ઉંમરે માં બની કેટરીના કૈફ, ફેન્સને આપી ખુશખબરી

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલે દીકરાને જન્મ આપ્યો છે. કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને તેના જન્મની જાહેરાત કરી.

કેટરિનાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “અમારી ખુશીઓની નાની ગિફ્ટ આવી ગઈ છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર, 2025 કેટરિના અને વિક્કી”

કેટરિના અને વિક્કીના લગ્ન ડિસેમ્બર 2021માં રાજસ્થાનમાં થયા હતા અને હવે લગભગ ચાર વર્ષ પછી, આ ખુશી તેમના ઘરે આવી છે.

કેટરિના કૈફે સપ્ટેમ્બરમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર, પોતાનો અને પતિ વિક્કી કૌશલનો બેબી બમ્પ પકડી રાખેલો એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો હતો. તેની સાથે, કેટરિનાએ લખ્યું, “અમે અમારા જીવનનો શ્રેષ્ઠ અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ.”

કેટરિના અને વિક્કીના લગ્ન 9 ડિસેમ્બર, 2021ના ​​રોજ થયા હતા, જેમાં ફક્ત નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

કેટરીના કૈફ અને વિક્કી કૌશલની લવ સ્ટોરી પણ રસપ્રદ રહી છે. બોલિવૂડની ડિવા કેટરીના કૈફ માટે વિક્કી કૌશલના હૃદયમાં કૂણી લાગણીઓ હતી. વિક્કીએ એક એવોર્ડ શો દરમિયાન સ્ટેજ પર કેટરીનાને રમૂજી અંદાજમાં પ્રપોઝ કરી હતી. જોકે બંનેનાં લગ્ન થયાં ત્યાં સુધી તેમણે આ સંબંધને ખાનગી રાખ્યો હતો. કેટરીનાએ એક વખત જણાવ્યું હતું કે એવોર્ડ ફંક્શન બાદ કરણ જોહરે હોસ્ટ કરેલી પાર્ટીમાં મળ્યાં હતાં, જ્યાં તેણે ફિલ્મમેકર ઝોયા અખ્તરને વિક્કી માટેની ફીલિંગ્સ જાહેર કરી હતી. વિક્કી અને કેટરીનાએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના માધોપુરના ફોર્ટ બરવાડા ખાતે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button