National

બિહારમાં નીતિશ કુમારે 10મી વખત CM પદના શપથ લીધા:PM-શાહ પણ હાજર

નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ગાંધી મેદાન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા છે.

નીતિશ કુમારે CM પદના શપથ લીધા છે. નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે.

બિહારમાં નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી મેદાન પહોંચ્યા છે. પીએમ મોદી પટના એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ગાંધી મેદાન પહોંચ્યા હતા.

હરિયાણા, આસામ, ગુજરાત, મેઘાલય, ઉત્તર પ્રદેશ, નાગાલેન્ડ, ઓડિશા, દિલ્હી અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ પટના પહોંચ્યા છે. સવારે શપથ પહેલા નીતિશ કુમાર હોટેલ મૌર્ય ગયા હતા, અહીં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ ગાંધી મેદાન પહોંચ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button