Top In Ahmedabad

પાલડી પાસે થાર ચાલકે એક્ટિવા પર સવાર એક યુગલને લીધું અડફેટે, સ્થળ પર જૂથ અથડામણની સ્થિતિ

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં એક થાર કાર ચાલકે એક્ટિવા પર સવાર એક યુગલને અડફેટમાં લીધું હતું. આ અકસ્માત પાલડી વિશ્વકુંજ ચાર રસ્તા પાસે થયો હતો. અકસ્માતને પગલે એક્ટિવા પર સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, અને તેમને તાત્કાલિક સારવાર માટે વી.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ઘટના અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે, કાર ચાલક સાથે અન્ય 50 લોકોનું ટોળું મુસ્લિમ સમાજનું હતું.

તેમણે ઉમેર્યું હતું કે જ્યારે સ્થાનિક હિન્દુ ભાઈએ કાર ચાલકને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે બંને જૂથ વચ્ચે તકરાર થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. જોકે, આ સંવેદનશીલ પરિસ્થિતિને વધુ વકરતી અટકાવવા માટે પોલીસે તાત્કાલિક પગલાં લીધા હતા.

પોલીસની કાર્યવાહી

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ DCP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી કાર ચાલકની અટકાયત કરી હતી અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં બેફામ ડ્રાઇવિંગ અને તેના કારણે સર્જાતા સંભવિત સામાજિક તણાવના મુદ્દાને પ્રકાશિત કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button