Business

શેર બજારમાં મોટો કડાકો, રોકાણકારોના 3.50 લાખ કરોડ સ્વાહા, જાણો કયા કારણોસર

આજે વૈશ્વિક અને એશિયન શેરબજારો માટે ખૂબ જ ખરાબ દિવસ છે, કારણ કે એક જ ખબરના કારણે બજારમાં ભારે કડાકો બોલાઈ ગયો છે. ભારતીય શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 120 પોઈન્ટ ઘટીને 26,072 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે સેન્સેક્સ 380 પોઈન્ટ ઘટીને 85,250 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી બેંકમાં 430 પોઈન્ટનો ઘટાડો થયો. શેરબજારમાં આ ભારે ઘટાડાને કારણે રોકાણકારોની સંપત્તિ લગભગ 3.50 લાખ કરોડ રૂપિયા એક ઝટકે જ ઘટી ગઈ છે. 20 નવેમ્બરના રોજ BSE માર્કેટ કેપિટલાઇઝેશન 476.41 લાખ કરોડ રૂપિયા હતું, તે હવે ઘટીને 473 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

BSEના ટોપ 30 શેરોમાંથી, 22 શેરો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે 8 શેરો મામૂલી તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઝોમેટો અને ICICI બેંકના શેરમાં 1%થી વધુ ઘટાડો થયો છે, જ્યારે મહિન્દ્રા અને મહિન્દ્રાના શેર 1.34% અને મારુતિના શેર 0.30%ની મામૂલી તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે.

BSE પર 132 શેરમાં અપર સર્કિટ અને 133 શેરમાં લોઅર સર્કિટ લાગેલી છે. 3882 શેરમાંથી 1160 શેર તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે 2531 શેરમાં નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 191 શેરમાં કોઈ ફેરફાર થયો નથી. 67 શેર 52-અઠવાડિયાના હાઈ પર છે, જ્યારે 158 શેર 52-અઠવાડિયાના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

શેર બજારમાં કડાકાનું સૌથી મોટું કારણ અમેરિકાના જોબ ડેટામાં વધારો થયો છે, જેના કારણે ડિસેમ્બરમાં ફેડ રેટ ઘટાડાની અપેક્ષાઓ ઓછી થઈ ગઈ. આના કારણે વૈશ્વિક અને એશિયન બજારોમાં ભારે ઘટાડો થયો. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી 3 ટકાથી વધુ ઘટ્યો અને જાપાનનો નિક્કી 225 2 ટકાથી વધુ ઘટ્યો. રાતોરાત, અમેરિકન બજારો ઘટાડા સાથે બંધ થયા, જેમાં નાસ્ડેક કમ્પોઝિટ 2.15 ટકા, S&P 500 1.56 ટકા અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.84 ટકા ઘટ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button