Health

ઠંડીમાં અચાનક વધી જાય છે હાર્ટ એટેકના કેસ, આટલું કરશો તો લાંબું જીવી જશો

ઠંડી આવે એટલે એક તરફ કસરત કરવાની ઋતુ. પરંતું બીજી તરફ આ જ ઋતુ અનેક લોકોના હાર્ટ ફેલ કરે છે. આ જ કારણ છે કે, ઠંડીની ઋતુમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે. પરંતું તેનાથી બચવાના પણ કેટલાક રસ્તાઓ છે. એ જાણી લઈએ.

ઠંડીમાં હાર્ટ એટેક આવવાની ઘટનાઓમાં પણ ઝડપથી વધારો થાય છે. ત્યારે મનમાં પ્રશ્ન ચોક્કસથી થાય કે ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ શા માટે વધી જાય છે ? તો તમને જણાવી દઈએ કે શિયાળાના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેના કારણે બ્લડપ્રેશર વધી શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે.

ઠંડા વાતાવરણમાં ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતોનું પાલન કરવું જોઈએ. તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને દરરોજ યોગા કરવા જોઈએ. શિયાળામાં લોકોને સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેના કારણે વિટામિન ડીની ઉણપ થાય છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમારે તમારા આહારમાં પૂરકનો સમાવેશ કરવો જોઈએ.

હાર્ટ એટેકથી બચવા આ કામ કરો

પૌષ્ટિક આહાર
શિયાળા દરમિયાન હાર્ટ પેશન્ટે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું. હાર્ટની હેલ્ધી રાખવા માટે ડાયેટમાં ફળ, લીલા શાકભાજી, નટ્સ અને આખા અનાજનું પ્રમાણ વધારવું.

હાઇડ્રેટ રહો
શિયાળા દરમિયાન તરસ ઓછી લાગે છે તેથી લોકો પાણી પીવાનું પણ ઓછું કરે છે. પરંતુ આ ઋતુમાં હેલ્ધી રહેવું હોય તો દિવસ દરમિયાન જરૂરી માત્રામાં પાણી પીતા રહેવું તેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી જશે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ
જે લોકોની લાઈફસ્ટાઈલ દોડધામ ભરેલી હોય અને સતત સ્ટ્રેસ રહેતો હોય તેમણે સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું. સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર હાર્ટ પેશન્ટ માટે સ્ટ્રેસ જોખમી છે.

ગુજરાતી યુવકના પ્રેમમાં પડી ફિલીપાઈન્સની યુવતી! લગ્ન માટે સાત સમુંદર પાર આવી પહોંચી

ગરમ કપડા પહેરવા
શિયાળામાં જરૂરી છે કે તમે ગરમ કપડાં પહેરો. ઘણા લોકો ઠંડીમાં પણ ફેશન માટે ગરમ કપડાં પહેરવાનું ટાળે છે. પરંતુ આમ કરવું તમારા જીવનને જોખમમાં મૂકી શકે છે. ઠંડીમાં હંમેશા આખું શરીર કવર થાય તેવા ગરમ કપડાં પહેરીને જ બહાર નીકળવું જોઈએ.

વ્યાયામ કરો
શિયાળામાં વ્યાયામ સૌથી વધારે જરૂરી હોય છે. જો ઠંડીના કારણે તમે બહાર જઈ શકતા ન હોય તો ઘરમાં પણ નિયમિત રીતે ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ હળવો વર્કઆઉટ કરો. તેનાથી હાર્ટની હેલ્થ સારી રહેશે.

ઠંડા વાતાવરણમાં ખાવા-પીવાની આદતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે કેટલીક આદતોનું પાલન કરવું જોઈએ. તમારે સવારે વહેલા ઉઠવું જોઈએ અને દરરોજ યોગા કરવા જોઈએ. શિયાળામાં લોકોને સૂર્યપ્રકાશ ઓછો મળે છે જેના કારણે વિટામિન ડીની ઉણપ થાય છે. વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે, તમારે તમારા આહારમાં પૂરકનો સમાવેશ કરવો જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button