GUJARAT

વડોદરામાં SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા

Oplus_131072

રાજ્યમાં દિવસે દિવસે SIR કામગીરીને લઇને નવા નવા વિવાદો સામે આવી રહ્યાં છે, શૈક્ષિક સંઘ જોરદાર વિરોધ કરી રહ્યું છે. રાજમમાં બીએલઓના મોત અને હવે તબિયત લથડવાને લઇને પણ સમાચારો સામે આવી રહ્યાં છે. વડોદરાના પાદરામાં વધુ એક બીએલઓની તબિયત લથડતાં હૉસ્પિટલાઇઝ કરવા પડ્યા હોવાની માહિતી સામે આવી છે. SIRની કામગીરી દરમિયાન અચાનક છાતીમાં દુઃખાવો થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યમાં બીએલઓના નિધનના સમાચારો મળી રહ્યાં છે. આજે વધુ એક બીએલઓની તબિયત લથડવાના સમાચાર વડોદરામાંથી સામે આવ્યા છે. વડોદરાના પાદરામાં SIRની કામગીરી સાથે જોડાયેલા એક BLOની અચાનક તબિયત લથડી હતી. પાદરાની ભોજશાળાના ઝુલ્ફીકાર પઠાણ નામના શિક્ષકની તબિયત ખરાબ થઇ જતાં તેને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. ઝુલ્ફીકાર પઠાણને છાતીમાં દુઃખાવો અને બેચેની અનુભવાતા તાત્કાલિક સારવાર માટે વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button