Top In Ahmedabad

અમદાવાદ પોલીસ વિભાગમાં 50થી વધુ PIની એકસાથે બદલી અને નિમણૂક, જાણો કોને ક્યા મૂકાયા?

અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાં ફરજ બજાવતા 50થી વધુ પોલીસ ઈન્સ્પેક્ટર (PI) ની એકસાથે બદલી અને નવી નિમણૂકના આદેશો જારી કરવામાં આવ્યા છે.

શહેર પોલીસ કમિશનર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. આ ફેરબદલમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓ તેમજ સાઈડ પોસ્ટિંગમાં રહેલા અધિકારીઓને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. કુલ 50થી વધુ PI સ્તરના અધિકારીઓને નવા સ્ટેશન કે વિભાગની જવાબદારી સોંપાઈ છે. 

આ બદલીઓ પાછળ આગામી સમયમાં શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવાનો હેતુ હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વના પોલીસ સ્ટેશનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ અને ટ્રાફિક વિભાગમાં પણ નિમણૂકોના ફેરફાર કરવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button