National

સંચાર સાથી એપ વિવાદ: આ મુદ્દે મોદી સરકારનો યુટર્ન, પ્રિ-ઈન્સ્ટોલેશન ફરજિયાત નહીં

કેન્દ્ર સરકારે તમામ નવા સ્માર્ટફોનમાં ફરજિયાત સાયબર સુરક્ષા માટેની સંચાર સાથી એપ પહેલેથી જ ઈન્સ્ટોલ કરવાનો આદેશ પરત ખેંચ્યો છે.

નોંધનીય છે કે, આ આદેશ આવ્યા બાદથી જ યુઝર્સની પ્રાઈવસી મુદ્દે સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો હતો. સરકારનો દાવો છે કે તમામ નાગરિકોની સાયબર સિક્યુરિટી માટે પ્રિ-ઈન્સ્ટોલેશનનો આદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જ આ એપના યુઝર્સમાં 10 ગણો વધારો થયો છે અને 6 લાખ લોકોએ એપ ડાઉનલોડ કરી છે. જેથી હવે ફરજિયાતપણે એપ પહેલેથી જ ઈન્સ્ટોલ કરવાનો આદેશ પરત લઈએ છીએ. 

થોડા સમય પહેલા, કેન્દ્ર સરકારે ભારતમાં વેચાતા દરેક સ્માર્ટફોનમાં સંચાર સાથી એપ પહેલાથી ઇન્સ્ટોલ કરેલી હોવી ફરજિયાત કરી હતી, પરંતુ સરકારે હવે આ દિશામાં ફેરફાર કર્યો છે. મોબાઇલ ઉત્પાદકોને હવે આ એપ પહેલાથી ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં. સરકારનો હેતુ દેશના દરેક નાગરિકને સરળ સાયબર સુરક્ષા પૂરી પાડવાનો અને તેમને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવાનો હતો.

સરકારની સ્પષ્ટતા

સંચાર સાથી એક સુરક્ષિત સરકારી પ્લેટફોર્મ છે જે ખાસ કરીને લોકોને સાયબર ગુનેગારોને ઓળખવામાં અને તાત્કાલિક છેતરપિંડીની જાણ કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે. તેમાં એવી કોઈ સુવિધાઓ શામેલ નથી જે વપરાશકર્તાની ગોપનીયતા સાથે ચેડા કરે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે આ એપ સંપૂર્ણપણે સલામત છે અને ફક્ત વપરાશકર્તાઓની સલામતી માટે જ સેવા આપે છે.

સંચાર સાથી એપ્લિકેશનનું કામ શું છે?

– યુઝર પોતાના નામ પર કેટલા મોબાઇલ નંબર એક્ટિવેટ છે એ જાણી શકશે.

– મોબાઇલ ચોરી થઈ ગયો હોય તો એની રિપોર્ટ કરવાની સાથે એને બ્લોક પણ કરી શકશે.

– છેતરપિંડી કરનારી વેબસાઇટ લિંકને રિપોર્ટ કરી શકાશે.

– બેંક અને અન્ય સર્વિસ સેન્ટરના નંબરને ચેક કરી શકાશે.

– સ્પેમ અને છેતરપિંડી વિશે સરળતાથી રિપોર્ટ કરી શકાશે.

– મોબાઇલ ઓરિજિનલ છે કે પછી ડુપ્લિકેટ એ ચેક કરી શકાશે.

– ભારતીય નંબર ડિસ્પ્લે પર દેખાઈ પરંતુ ઇન્ટરનેશનલ કોલ હોય તો એને રિપોર્ટ કરી શકાશે.

આ તમામ સુવિધાનો ઉપયોગ કરવા માટે હાલમાં વેબસાઇટ પર જવું પડી રહ્યું છે. જોકે, એકવાર એપ્લિકેશન મોબાઇલમાં આવી જવાથી યુઝર એના પરથી તરત જ રિપોર્ટ કરી શકશે. આથી યુઝરને સરળતા રહેશે અને તેમણે પોતાના મોબાઇલને IMEI નંબર પણ યાદ રાખવો નહીં પડે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button