National

રાજસ્થાનમાં ડમ્પર બન્યું કાળ, અકસ્માતમાં 50થી વધુને કચડ્યા; 12ના ઘટનાસ્થળે મોત

રાજસ્થાનમાં સોમવારે (૩ નવેમ્બર) વધુ એક મોટા માર્ગ અકસ્માતે લોકોને ચોંકાવી દીધા. જયપુરના હરમન વિસ્તારમાં એક અનિયંત્રિત થયેલા ડમ્પરે 30થી 40 વાહનોને અડફેટે લીધા હતા. ડમ્પરની બ્રેક ફેઈલ જતાં થયેલા આ અકસ્માતમાં 12 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હજુ મૃત્યુઆંક વધી શકે છે. 

અકસ્માત એટલો ભીષણ હતો કે ડમ્પરના 30થી 40 ગાડીઓની એક બીજામાં ટક્કર થઈ. ડમ્પરની સામે જે આવ્યું તેને ટક્કર મારી અને આશરે 50 લોકોને કચડી નાંખ્યા. ડ્રાઈવરે ચિક્કાર દારૂ પીધો હોવાનો પણ દાવો છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

પ્રાથમિક ધોરણે પોલીસે કહ્યું છે કે ડમ્પર ચાલકે 5થી વધુ ગાડીઓને ટક્કર મારી 50 લોકોને કચડ્યાં છે, જેના કારણે 10થી વધુ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ગાડીઓની નીચે દબાઈ ગયા હતા. 

ડમ્પરે અનેક ગાડીઓને ટક્કર મારી 

લોહા મંડી રોડ નંબર 14 પર થયેલા આ અકસ્માત બાદ ગાડીઓના ફૂરચાં ઊડી ગયા હતા. અકસ્માત બપોરે 1 વાગ્યાની આસપાસ થયો. ડમ્પર અનેક વાહનો અને માણસોને કચડતો ગયો પછી છેલ્લે મોટા ડિવાઈડર સાથે અથડાઈ ઊભો રહ્યો. 

રસ્તા પર જ્યાં જુઓ ત્યાં મૃતદેહો અને માનવ અંગો વિખેરાયા 

ઘટના એટલી ઝડપથી બની કે લોકોને બચીને ભાગવાનો મોકો પણ ન મળ્યો. રસ્તા પર જ્યાં ત્યાં લોકોના મૃતદેહ વિખેરાઈ ગયા. અનેક લોકોના શરીરના અંગ પણ કપાઈને રસ્તા પર વિખેરાઈ ગયા હતા. ઈજાગ્રસ્તો રસ્તા પર મદદની માંગ સાથે તડપતાં હતા. 

અનેક લોકો ગાડીઓની અંદર અથવા નીચે દબાયા 

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. ડમ્પરને હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. વાહનો ક્ષતિગ્રસ્ત થયા બાદ અનેક લોકો કારની અંદર જ ફસાઈ ગયા હતા. તેમને કટિંગ મશીનની મદદથી બહાર કાઢવામાં આવ્યા. 

તપાસ બાદ જ અકસ્માતનું કારણ જાણી શકાશે 

હાલ તો પોલીસ મૃતકોની ઓળખ કરી તેમના પરિજનોને જાણ કરવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિકોમાંથી કેટલાકનો દાવો છે કે ડ્રાઈવર નશામાં હતો જ્યારે કેટલાકનો દાવો છે કે બ્રેક ફેઈલ થઈ હતી. સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે. 

આજે સવારે જ તેલંગાણામાં અકસ્માતમાં 20ના મોત 

તેલંગાણાના રંગારેડ્ડીમાં નેશનલ હાઈવે પર સોમવારે સવારે ડમ્પર અને બસ વચ્ચે ટક્કરમાં 20 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. બસ તંદૂરથી હૈદરાબાદ જઈ રહી છે જેમાં 70થી વધુ મુસાફરો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર ડમ્પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં બસ સાથે ટક્કર થઈ હતી. ટક્કર બાદ બસના ફૂરચાં ઊડી ગયા હતા અને ડમ્પરમાં ભરવામાં આવેલી નીચે પડતાં કેટલાક લોકો તેમાં દટાઈ પણ ગયા હતા.

બીજી તરફ રાજસ્થાનના ફલોદી જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ પર રવિવારે રાત્રે ભીષણ અકસ્માતમાં 15 લોકોએ જીવ ગુમાવ્યો. જોધપુરના 18 શ્રદ્ધાળુ બિકાનેરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે ટેમ્પો ટ્રાવેલર રસ્તા પર ઊભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button