Sports

વિરાટ કોહલીએ વનડેમાં 53મી સદી ફટકારી, રાંચી બાદ રાયપુરમાં મચાવી ધમાલ

ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલીએ બુધવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ દમદાર સદી ફટકારી છે. વિરાટ કોહલીએ રાયપુર વનડેમાં 90 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. કોહલી મેચમાં 102 રન બનાવી આઉટ થયો હતો. તેણે સાત ચોગ્ગા અને બે સિક્સ ફટકારી હતી. કોહલીએ રાંચીમાં 135 રન બનાવ્યા હતા. વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 11 વખત સતત બે કે તેથી વધુ સદી ફટકારી છે.

વિરાટ કોહલી વિશ્વનો પ્રથમ ક્રિકેટર છે જેણે ODI ક્રિકેટમાં બે સદી સતત 11 વખત સદી ફટકારી છે. સતત ODI ઇનિંગ્સમાં સદી ફટકારવાની યાદીમાં વિરાટ પછી એબી ડી વિલિયર્સનો નંબર આવે છે, જેણે છ વખત આવું કર્યું છે.આ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન છેલ્લા ત્રણ ઇનિંગ્સમાં દક્ષિણ આફ્રિકાની ટીમની ઊંઘ હરામ કરી રહ્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની તેની અગાઉની ત્રણેય ODI ઇનિંગ્સમાં સદી ફટકારી છે. અગાઉ, તેણે 2023 ODI વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે અણનમ 101 રન બનાવ્યા હતા. તેણે વર્તમાન શ્રેણીની બંને ઇનિંગ્સમાં પણ સદી ફટકારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button