GUJARAT

શિક્ષણ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યુ, ધૂળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું આયોજન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક board exams are being held on Dhuleti dayદ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ બોર્ડે 4 માર્ચે ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરતા વાલી અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. 

ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનો વધુ એક છબરડો સામે આવ્યો છે. રંગોના તહેવાર ધુળેટીના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. તારીખ 4 માર્ચે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને નામાના મૂળતત્વોના પેપર છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાનનું પેપર હોવાથી વિદ્યાર્થીઓને ધુળેટીના દિવસે પેપર આપવા જવું પડશે. વર્ષ 2023માં પણ બોર્ડે ચેટી ચાંદના દિવસે પરીક્ષા રાખ્યા બાદ સુધારો કર્યો હતો. જાહેર રજાના દિવસે પેપર ગોઠવતા વિદ્યાર્થીઓમાં નારાજગી વ્યાપી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button