GUJARAT

ગુજરાત ATSને સુહેલના ઘરમાંથી મળ્યા આતંકી હોવાના પુરાવા

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આતંકી મામલે તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સુહેલના ઘરે તપાસ દરમિયાન ISISનો ઝંડો અને ડિજિટલ પુરાવા મળ્યા છે. આતંકી આઝાદ સંબંધિત તપાસમાં હકીકતો વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે.

સૂત્રો મુજબ, સુહેલે આઝાદને એક પાર્સલ મોકલ્યું હતું, જેને લઇને એટીએસ દ્વારા તપાસ હાથ ધરી. તપાસમાં આઝાદે ખુલાસો કર્યો કે તે હરિદ્વારના મંદિરોમાં રેકી કરી રહ્યો હતો અને ઘણા સમયથી કોઈ મોટી આતંકી ઘટના કરવા માંગતો હતો. આઝાદ કટ્ટરવાદી સ્વભાવ ધરાવતા હોવાથી તેની પત્નીએ તેના સાથેનો સંપર્ક તોડ્યો હતો.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button