Top In Ahmedabad

અમદાવાદના નવા મેયર જાહેર, કોના નામ પર વાગી અંતિમ મહોર, પદાધિકારીઓનું પણ એલાન

અમદાવાદ મહાનગર પાલિકા (AMC) ના નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. શહેરના નવા મેયર તરીકે હિતેશ બારોટ ની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે અંજુ શાહ ને જવાબદારી સોંપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત, જશુ ઠાકોર ને શાસક પક્ષના નેતા તરીકે અને અતુલ મિશ્રા ને દંડક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નવી ટીમની જાહેરાત બાદ શહેરના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

અમદાવાદના નવા મેયર હિતેષ બારોટ

વોર્ડઃ થલતેજ

  • 1986: ભાજપમાં જોડાયા
  • 1987 થી 1997 : RSS માં સક્રિય
  • 1989 થી 1997 : દસક્રોઈના 18 ગામના બક્ષીપંચની જવાબદારી સંભાળી
  • 2001 થી 2005: બોડકદેવના સરપંચ
  • 2010 : અમદાવાદ એપીએમસીના વાઈસ ચેરમેન
  • 2012: એડીસી બેંકના ડિરેક્ટર તરીકે નિમણૂંક
  • 2014 : APMC માં ડિરેક્ટર બન્યા
  • 2013 થી 2017: પંચમહાલ ડિસ્ટ્રીક્ટ બેંકમાં ડિરેક્ટર
  • 2017 : ગુજકોમાસોલના ડિરેક્ટર બન્યા
  • 2018 : ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંકના ડિરેક્ટર બન્યા
  • 2021 :થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા
  • 2021: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે નિયુક્તિ

અમદાવાદમાં મેયર પદ OBC પુરુષ માટે અનામત

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 160 બેઠકો સાથે ઐતિહાસિક વિજય નોંધાવતા ફરી એકવાર સત્તા પર મજબૂત પકડ બનાવી છે. હવે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર સહિતના મહત્વપૂર્ણ પદોને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત હોવાથી પાર્ટીમાં અનુભવી અને સિનિયર કોર્પોરેટરોના નામો ચર્ચામાં આવ્યા છે. સાથે જ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક જેવા પદો માટે પણ આંતરિક મથામણ શરૂ થઈ ગઈ છે. ભાજપ હાઈકમાન્ડ દ્વારા સંગઠન અને અનુભવને પ્રાથમિકતા આપવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button