અમેરિકા બાદ હવે આ દેશે ભારત પર લગાવી દીધો 50 ટકા ટેરિફ, ઘણી ચીજો થઈ જશે મોંઘી


લાગે છે કે અમેરિકા પછી હવે મેક્સિકોએ પણ અમેરિકાની રાહ પકડી છે. મેક્સિકોની સેનેટે ભારત અને ચીન સહિત તમામ એશિયાના દેશોમાંથી આયાત થતાં સમાન પર 50% ટેરિફ લગાવવાની મંજૂરી આપી દીધી છે.
વિશ્વમાં ફરી બીજું એક ટેરિફ વોર (Tariff War) થવાના ભણકારા વાગી રહ્યા છે. એક બાજુ જ્યાં અમેરિકાએ તમામ દેશો પર લગાવેલા ટેરિફમાં વધારો કર્યો છે એ પછી હવે મેક્સિકોએ પણ અમેરિકાવાળી કરી છે. મેક્સિકોએ એક મોટું પગલું ઉઠાવતા એશિયાથી આયાત થતાં સમાન પર high tariff (Maxico 50% Tariff) લગાડવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાની જ આ ટેરિફ પણ 50% હશે. સેનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને આ ટેરિફ આવતા વર્ષે એટલે કે 2026 થી લાગુ થઈ જશે. ખાસ કરીને આ ટેરિફથી એ દેશોને મોટો ઝટકો લાગશે જેની મેક્સિકો સાથે કોઈ Trade Deal નક્કી થઈ નથી.રિપોર્ટ મુજબ મેક્સિકો દ્વારા વધારીને લગાવેલ આઆ ટેરિફ 2026 થી લાગુ થશે. આ નિર્ણયથી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશોમાં ભારત ઉપરાંત ચીન, સાઉથ કોરિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા સૌથી ઉપર છે. આ બધા દેશોથી નિકાસ થતાં ઓટો પાર્ટસ, ટેક્સટાઇલ, સ્ટીલ સહિત અન્ય ચીજ વસ્તુઓ પર મેક્સિકો 50% સુધી ટેરિફ વસૂલ કરશે. સેનેટમાં પાસ થયેલા પ્રસત્વ મુજબ આ ઉપરાંત બીજા સામનો પર પણ ટેરિફ વધારીને 35% કરી દેવાયો છે. આ ટેરિફ વધારવાના સમર્થનમાં મેક્સિકોના સેનેટમાં 76 વોટ્સ અને વિરોધમાં 35 વોટ્સ પડ્યા હતા.
વાત જાણે એમ છે કે અમેરિકાની જેમ જ મેક્સિકો પણ ટેરિફ વધારવાનું આ પગલું તેના સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લઈ રહ્યું છે. જો કે આની અસર શું થશે એ તો આવનાર સમય જ બતાવશે પણ હાલ તો વેપારી વર્ગ આ ટેરિફનો વિરોધ કરી રહ્યા છે. મળતા રિપોર્ટ અનુસાર Maxico Tariff Hike ના આ પગલાંને લઈને એક્સપર્ટ અને પ્રાઇવેટ સેક્ટરે અનુમાન લગાવ્યું છે કે આ નિર્ણય United Staes of America ને ખુશ કરવા માટે લેવામાં આવ્યું છે.
મેક્સિકો સેનેટ દ્વારા મંજીર કરવામાં આવેલા આ ટેરિફ બિલના પહેલા પ્રસ્તાવનું તુલનામાં ઓછી કેટેગરી સામેલ કરવામાં આવી છે. લગભગ 1400 વસ્તુઓકે જે આયાત કરવામાં આવે છે તેના પર ટેરિફના વલણને થોડું નરમ પાડવામાં આવ્યું છે અને એટલે જ ઘણી વસ્તુઓ પર 50% તો ઘણી વસ્તુઓ પર 50% થી ઓછો ટેરિફ લાગશે. જો કે મેક્સિકોએ આ પહેલા પણ અમેરિકાની ચાપલૂસી કરવા માટે ચીનથી આવતી વસ્તુઓ પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી પણ તેની ખાસ અસર જોવા મળી ન હતી.મળતા રિપોર્ટ મુજબ છેલ્લા અમુક વર્ષોમાં ભારત અને મેક્સિકો વચ્ચે પહેલા કરતાં વેપાર વધ્યો છે. વર્ષ 2022માં બંને દેશો વચ્ચે વેપાર 11.4 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. જો કે વર્ષ 2023મ આતેમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો એન એટે 10.6 બિલિયન ડોલર પર જતો રહ્યો હતો. જ્યારે વર્ષ 2024માં ફરી તેમ તેજી આવી હતી અને તે 11.7 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો જે સૌથી હાઇ સેલિંગ હતું. ભારતનું મેક્સિકો સાથેનો trade સરપ્લસ ઘણો વધારે છે. 2024માં મેક્સિકોથી ભારતમાં નિકાસ 8.9 બિલિયન ડોલર હતી જ્યારે આયાત 2.8 બિલિયન ડોલર હતી.




