GUJARAT
સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત ડેપ્યુ. મામલતદારના ઘરે EDના દરોડા, ખુલી શકે બેનામી સંપત્તિ


સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં ઈડી દ્વારા તપાસ શરૂ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ડૉ. રાજેન્દ્ર પટેલ 2015 ની બેંચના આઈએએસ અધિકારી છે. તેમજ તેઓ હાલ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ક્લાસ-1 અધિકારીને ત્યાં અચાનક ઈડી દ્વારા દરોડા પાડતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
સુરેન્દ્રનગર કલેક્ટરના નિવાસ વહેલી સવારે ઈડીએ દરોડા પાડ્યા હતા. કલેક્ટરના નિવાસ સ્થાને વહેલી સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ડૉ. રાજેન્દ્ર પટેલ 2015 ની બેચના આઈએએસ અદિકારી છે. તેમજ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં પણ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. બંને અધિકારીઓને ત્યાંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ છે.




