Sports

IND vs NZ મેચ પહેલા BCCIની મોટી જાહેરાત, સ્ટાર ખેલાડીઓ બહાર, બે નવા પ્લેયર્સની એન્ટ્રી

18 જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વનડે રમાશે, આ મેચ શરૂ થવામાં હવે માત્ર 24 કલાક બાકી છે, ત્યારબાદ 21 જાન્યુઆરીથી T20 શ્રેણી શરૂ થશે. ત્યારે શ્રેણીના પાંચ દિવસ પહેલા બીસીસીઆઈએ ટીમમાં બે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. 

ટીમ ઈન્ડિયા ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેમાં વોશિંગ્ટન સુંદર ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ત્યારે વોશિંગ્ટન સુંદરના રિપ્લેસમેન્ટની જાહેરત કરવામાં આવી છે, તો સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર T20 ટીમમાં પાછો ફર્યો છે.BCCIએ T20I ટીમમાં ફેરફારો અંગે એડવાઇઝરી બહાર પાડી છે. એવા અહેવાલ છે કે શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઈને T20 ટીમમાં સમાવવામાં આવ્યા છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને બહાર કરવામાં આવ્યો છે. 11 જાન્યુઆરીએ વડોદરાના BCA સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામેની પહેલી ODI દરમિયાન બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરને અચાનક ઈજા થઈ હતી અને તેને મેદાન છોડવું પડ્યું હતું.

સુંદરની ઈજા અંગે એવા અહેવાલ છે કે સ્કેન પછી, તેણે વ્યક્તિગત રીતે એક નિષ્ણાતની સલાહ લીધી હતી. તેને સાઇડ સ્ટ્રેન હોવાનું નિદાન થયું હતું અને થોડા દિવસો આરામ કરવાની સલાહ આપી હતી. તે હવે વધુ સારવાર માટે BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ને રિપોર્ટ કરશે. પસંદગી સમિતિએ તેના સ્થાને રવિ બિશ્નોઈની પસંદગી કરી છે.

પસંદગી સમિતિએ ઇજાગ્રસ્ત તિલક વર્માના સ્થાને શ્રેયસ ઐયરનો પણ પ્રથમ ત્રણ મેચ માટે T20 ટીમમાં સમાવેશ કર્યો છે. શ્રેણીની પહેલી મેચ 21 જાન્યુઆરીએ રમાશે. T20 વર્લ્ડ કપ પહેલા પાંચ મેચની આ T20 શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. કિવી ટીમ ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને જોરદાર ટક્કર આપી રહી છે. શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે.

ભારતની અપડેટેડ T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), રિંકુ સિંહ, જસપ્રિત બુમરાહ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન (વિકેટકીપર), રવિ બિશ્નોઈ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button