GUJARAT

આટકોટની 7 વર્ષની નિર્ભયાના આરોપીને 43મા દિવસે ફાંસીની સજા:રાજ્યમાં વધુ એક નરાધમ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી

રાજકોટના દુષ્કર્મ કેસમાં હવે એક મહત્વપૂર્ણ રાહત મળી છે. વાસ્તવમાં રાજકોટની કોર્ટે દુષ્કર્મના આરોપી રામસિંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી છે. વિગતો મુજબ રાજકોટના આટકોટમાં દુષ્કર્મના આરોપી રામસિંગ ડુડવાને ગણતરીના દિવસોમાં જ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. નોંધનીય છે કે, આ ઇસમે માત્ર 7 વર્ષની બાળકીને દુષ્કર્મનો ભોગ બનાવી હતી.

ઘટના 4 ડિસેમ્બર 2025ની છે, જ્યારે કાનપર ગામ, આટકોટની એક 7 વર્ષની બાળકીને તેની ભાઈ-બહેનો સાથે ઘરથી બહાર રમતા સમયે રામસિંગ ડુડવાને મોટર સાઇકલ પર બળજબરીથી ખેચી લઇ જતાં બાળકી પર દુષ્કર્મ આચર્યું. આરોપી એ બાળકીના ગુપ્તાંગોમાં લોખંડનો 5 ઈંચનો સળિયો ભરાવ્યો, જેના પગલે બાળકી અચેત થઈ ગઈ અને ચીસો પાડતી રહી. આ ઘટના સામે આવતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા, પરંતુ આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો.

આ તરફ પ્રાથમિક સારવાર માટે બાળકીની સારવાર જસદણ અને પછી રાજકોટની હોસ્પિટલમાં કરવામાં આવી. 8 ડિસેમ્બરના રોજ પોલીસે રામસિંગને શંકાની આધારે ઝડપી પાડ્યો. આરોપી પાસેથી સ્થળેથી માથાના વાળનો જથ્થો અને લોખંડનો સળિયો પણ જપ્ત કરાયો હતો. આ બધાની વચ્ચે રાજકોટ કોર્ટે ગણતરીના દિવસોમાં આરોપી રામસિંગને દોષી ઠેરવી ફાંસીની સજા ફટકારી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button