Sports

રોહિત શર્મા આવતીકાલે કરશે મોટી જાહેરાત… ઇન્સ્ટાગ્રામ સ્ટોરીએ વધાર્યું સસ્પેન્સ

ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા હાલ બ્રેક પર છે. ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની ODI શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ તે ચર્ચામાં રહ્યો હતો. હવે T20 શ્રેણી વચ્ચે રોહિતે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટે ફરી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

રોહિત શર્માએ પોતાની Instagram સ્ટોરીમાં લખ્યું, “ન્યુ રોલ અપકમિંગ” આ પોસ્ટ સામે આવતાની સાથે જ ચાહકોમાં સસ્પેન્સ અને અફવાઓ શરૂ થઈ ગઈ છે. ઘણા લોકો તેને નિવૃત્તિ સાથે જોડીને જોઈ રહ્યા છે, તો કેટલાક તેને કોઈ નવા રોલ અથવા જાહેરાત તરીકે પણ જોઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ગયા વર્ષે મે મહિનામાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. જોકે બંને ખેલાડીઓ હાલ ODI ફોર્મેટમાં સક્રિય છે અને 2027 વર્લ્ડ કપ સુધી રમવાની આશા ચાહકો રાખી રહ્યા છે.

આ દરમિયાન રોહિતનો એક પ્રોમો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્લ્ડ કપ 2023 વિશે વાત કરતો જોવા મળે છે. તેમાં રોહિતે જણાવ્યું હતું કે તેની યોજના ઓસ્ટ્રેલિયાના તમામ બોલરો સામે આક્રમક રમવાની હતી અને શરૂઆતમાં જ મેચ પર પકડ બનાવવાની હતી.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે 30 જાન્યુઆરીએ રોહિત શર્મા શું મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છે ? તેનો જવાબ ચાહકોને થોડી જ કલાકોમાં મળી જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button