જો આજે ચૂંટણી થાય તો કોની બનશે સરકાર? MOTN સર્વેમાં જોવા મળ્યો જનતાનો મિજાજ


જો દેશમાં આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપ બહુમતી હાંસલ કરી શકે છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ની સીટો વધીને 352 થઈ જશે અને ભાજપની સીટો પણ વધીને 287 થઈ જશે. આ ઇન્ડિયા ટુડે-સી વોટરના મૂળ ઑફ ધ નેશન (MOTN) સર્વેના પરિણામ છે. આ સર્વેના પરિણામ પ્રમાણે, હાલના સમયમાં ચૂંટણી થાય તો એનડીએને વૉટની ટકાવારીમાં 47 ટકાનો ફાયદો થઈ શકે છે. જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 39 અને અન્યને 14 ટકા વોટ મળશે.
આ સર્વે 8 ડિસેમ્બર 2025થી 21 જાન્યુઆરી 2026 વચ્ચે એક સર્વે થયો. આમાં દરેક ઉંમર, વર્ગ, જાતિ, ધર્મ અને લિંગના 36,265 લોકો સામેલ થયા. જો કે આ સર્વેના પરિણામોમાં સામે આવેલા આંકડાઓમાં ભૂલનો માર્જિન લગભગ 5 ટકા છે. MOTN સર્વેમાં પૂછવામાં આવ્યું કે જો આજે લોકસભાની ચૂંટણી થાય તો પરિણામ શું હશે, કયા ગઠબંધનને કેટલી બેઠકો મળશે?
સર્વેમાં સામે આવ્યું કે NDAને 352 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને 182 બેઠકો મળી શકે છે, જ્યારે અન્યના ખાતામાં 9 બેઠકો જઈ શકે છે. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં, NDAએ 293 બેઠકો જીતી હતી, જ્યારે ઇન્ડિયા ગઠબંધને 234 બેઠકો જીતી હતી. ઓગસ્ટ 2025માં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં NDAને 324 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને 208 બેઠકો મળવાનું અનુમાન હતું.
જો ગઠબંધન પ્રમાણે વોટ શેરની વાત કરી તો સર્વે પ્રમાણે, NDA ગઠબંધનને 47%, INDIA બ્લૉકને 39% અને અન્યને 14% વોટ શેર મળી શકે છે. 2024માં થયેલા લોકસભા ચૂંટણીમાં એનડીએને 43% વોટ મળ્યા હતા, જ્યારે INDIA બ્લૉકને 40% વોટ મળ્યા હતા. ઓગસ્ટમાં થયેલા સર્વેમાં એનડીએને 47% અને INDIA બ્લૉકને 41% વોટ શેર મળવાનો અંદાજ હતો.
સર્વેમાં એવું પૂછવામાં આવ્યું હતું કે જો આજે લોકસભા ચૂંટણી યોજાય તો દરેક પક્ષ કેટલી બેઠકો જીતશે. સર્વેમાં સામે આવ્યું કે ભાજપને 287, કોંગ્રેસને 80 અને અન્યને 176 બેઠકો મળવાનો અંદાજ છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 અને કોંગ્રેસને 99 બેઠકો મળી હતી. ઓગસ્ટમાં કરવામાં આવેલા એક સર્વેમાં ભાજપને 260 અને કોંગ્રેસને 97 બેઠકો મળવાનો અંદાજ હતો. પાર્ટી પ્રમાણે, વોટ શેરની વાત કરી તો જો આજે ચૂંટણી યોજાય તો ભાજપને 41%, કોંગ્રેસને 20% અને અન્યને 39% વોટ મળી શકે છે.સર્વેમાં લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે આગામી વડાપ્રધાન માટે શ્રેષ્ઠ ઉમેદવાર કોણ હશે? આના પર 55 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા, જ્યારે 27 ટકા લોકોએ રાહુલ ગાંધીને યોગ્ય ઉમેદવાર ગણાવ્યા. અગાઉ, ઓગસ્ટ 2025માં કરવામાં આવેલા MOTN સર્વેમાં 52 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવ્યા હતા, જ્યારે 25 ટકા લોકોએ રાહુલ ગાંધીને પીએમ પદ માટે પોતાની પસંદ ગણાવ્યા હતા.
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં શ્રેષ્ઠ પીએમ કોણ છે. 50 ટકા લોકોએ કહ્યું કે નરેન્દ્ર મોદી તેમની પસંદ છે, જ્યારે 12 ટકા લોકોએ ઇન્દિરા ગાંધીને દેશના અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન ગણાવ્યા. અટલ બિહારી વાજપેયીને પણ 12 ટકા લોકોએ અત્યાર સુધીના શ્રેષ્ઠ પીએમ ગણાવ્યા. 57 ટકા લોકો પીએમ મોદીના વડાપ્રધાન તરીકેના પ્રદર્શનથી ખૂબ ખુશ છે. 16 ટકા લોકોએ કહ્યું કે તેમનું પ્રદર્શન સરેરાશ હતું, જ્યારે 24 ટકા લોકોએ કહ્યું કે તેમનું પ્રદર્શન ખરાબ હતું. 52 ટકા લોકો NDAના કામથી સંતુષ્ટ છે જ્યારે 24 ટકા લોકો NDA સરકારથી અસંતુષ્ટ છે.




