National
નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિને મળીને સંસદ ભવન રવાના, 11.00 વાગ્યે રજૂ કરશે બજેટ

ભારતની અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરનારું વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. મધ્યમ વર્ગ, ટેક્સપેયર્સ, ખેડૂતો અને યુવાઓ માટે આ બજેટમાં શું ખાસ હશે, તેના પર સમગ્ર દેશની નજર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંસદ ભવનમાં પહોંચી ગયા છે. કેબિનેટ બજેટને અંતિમ મંજૂરી આપશે, જે પછી ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં અને ખાંડ ખવડાવીને બજેટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી




