ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર: T-20 વર્લ્ડકપને લઈ મેટ્રોના સમયપત્રકમાં મોટો ફેરફાર

અમદાવાદમાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી ICC મેન્સ T-20 વર્લ્ડકપ મેચને ધ્યાનમાં રાખીને AMC અને મેટ્રો રેલ સત્તાવાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચના દિવસે અમદાવાદ મેટ્રો સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે.
સામાન્ય દિવસોમાં મેટ્રો સેવા રાત્રે 10 વાગ્યા સુધી જ ઉપલબ્ધ હોય છે. પરંતુ ICC મેન્સ T-20 વર્લ્ડકપ મેચ દરમિયાન દર્શકોને કોઈ તકલીફ ન પડે તે માટે મેટ્રો સમયપત્રકમાં 2 કલાક 30 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે.
કયા રૂટ પર દોડશે સ્પેશિયલ ટ્રેન?
મોટેરા સ્ટેડિયમથી એપીએમસી : રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:20 વાગ્યા સુધી
ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ: રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી
ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી થલતેજ ગામ: રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર: મધ્યરાત્રિના 11:40 વાગ્યે તથા મધ્યરાત્રિના 12:10 વાગ્યે સુધી
આ નિર્ણયથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા જતા હજારો ક્રિકેટપ્રેમીઓને મોટો લાભ મળશે. મેચ પૂર્ણ થયા બાદ દર્શકો સરળ અને સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શકશે. જેથી ટ્રાફિક અને વાહનવ્યવહારની સમસ્યામાં પણ ઘટાડો થશે. અમદાવાદમાં ક્રિકેટનો માહોલ જામી રહ્યો છે અને મેટ્રોની આ ખાસ વ્યવસ્થા ચાહકો માટે એક વધારાનો પ્લસ પોઈન્ટ સાબિત થશે.




